પૂ.મહંત સ્વામીએ ૮પ કલાકના ઉપવાસ કરનારને પારણા કરાવ્યા

1554

બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાના વડા મહંતસ્વામીના ૮પમાં વર્ષની ઉજવણીના ભાગરૂપે કરાઈ રહેલા ૮પ કલાકના ઉપવાસીને આજે ભાવનગર ખાતે મહંત સ્વામીના હસ્તે પારણા કરાવાયા હતા.

બીએપીએસના વડા પૂ.મહંત સ્વામી આજે સાંજના ભાવનગર એરપોર્ટ પર આવ્યા હતા અને એરપોર્ટની નજીક આવેલી વૈદવિહાર સોસાયટી પહોંચ્યા હતા. જ્યાં તેના પટાંગણમાં સત્સંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં મહંત સ્વામીએ આશિર્વચન પાઠવ્યા હતા.હાલના સમયમાં પૂ.મહંત સ્વામીના ૮પમાં વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ૮પ કલાકના ઉપવાસ કરનારને મહંત સ્વામીએ પારણા કરાવ્યા હતા. આ પ્રસંગે સ્વામીનારાયણ સંતો અને હરિભક્તો ઉપસ્થિત રહ્યાં હતા અને સૌને સત્સંગ કરવાના આશિર્વાદ પાઠવ્યા હતા. સત્સંગ સભા પૂર્ણ કરીને પૂ.મહંત સ્વામી રોડ માર્ગે સાળંગપુર ધામ જવા રવાના થયા હતા.

Previous articleમહારાજા કૃષ્ણકુમારસિંહજી અને મહારાણા પ્રતાપનો આજે જન્મદિવસ
Next articleભાવનગર ડેપોને ત્રણ નવી બસ ફાળવાઈ દિવ, મોરબી, તથા રાજકોટ રૂટ પર દોડાવાઈ