બહિયલ પોલીસને બાતમી મળી હતી કે ધમીજ તરફથી અબોલ પશુ ભરેલી એક ગાડી અમદાવાદ કતલખાને લઇ જવામાં આવી રહી છે. બાતમીના આધારે બહિયલ પોલીસના પી.એસ.આઇ. બી.આર. રાઠો સહિત પો.કો.ખોડાજી, રાજુભાઇ અને કાંતિભાઇની ટીમેે કરોલી પાસે વોચ ગોઠવી અને જે આઇસર કંપનીની ટ્રક નં.જી.જે.૨૭-૨૫૩૧માં પશુ ભરીને આવવાની બાતમી હતી. તે નજરે ચઢતા તે ગાડીને રોકી અને ડ્રાઇવર સાથે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે લઇ જવાતા અબોલ પશુઓના કોઇ પણ પ્રકારના પાસ કે પરમીટ ડ્રાઇવર પાસે ન હતા.
ગાડી ચેક કરતા અંદરથી ર ભેંસ, ૩ મોટા પાડા અને ૪ નાના પાડા એમ કુલ ૯ પશુઓ ભરેલા હતા. સાંજે ૭.૩૦ વાગ્યાના સુમારે આ ઘટનાની બની હતી. ત્યાર બાદ બધા પશુઓને દહેગામના પાંજરાપોળ લઇ જવામાં આવ્યા હતા અને ડ્રાઇવર વિરૃદ્ધ પશુઓ પ્રત્યે ઘાતકી વર્તન કલમ ૧૧ અને ગુજરાત પશુ સુધારા અધિનિયમ ૨૦૧૭ની કલમ નંબર ૬/ક, ૮/૪ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ૮૪,૦૦૦ના પશુઓ સહિત નવ લાખની ગાડી એમ કરી ૯,૮૪,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.