ગાંધીનગર શહેરના તમામ જૂના સેક્ટરમાં પોસ્ટ કચેરીઓ કાર્યરત હતી. પરંતુ થોડા સમયથી પોસ્ટ વિભાગની દયનિય સ્થિતિ બની ગઇ છે. ત્યારે પોસ્ટ વિભાગને સુધારવા માટે સરકાર દ્વારા અનેક પ્રકારે કવાયત કરવામાં આવી રહી છે.
શહેરના તમામ જૂના સેક્ટરમાં પોસ્ટ કચેરીઓ કાર્યરત હતી. પરંતુ થોડા સમયથી પોસ્ટ વિભાગની દયનિય સ્થિતિ બની ગઇ છે. ત્યારે પોસ્ટ વિભાગને સુધારવા માટે સરકાર દ્વારા અનેક પ્રકારે કવાયત કરવામાં આવી રહી છે. ત્યારે તાજેતરમાં જાગૃત નાગરિક પરિષદના સભ્યો અને પોસ્ટ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં પોસ્ટ વિભાગની કંગાળ સ્થિતિને સુધારવા માટે સુચન કર્યા હતા અને વર્ષો જુના કાયદાને રદ કરવા પણ જણાવ્યુ હતુ.
શહેરનો વિકાસ ઝડપથી થઇ રહ્યો છે, પરંતુ તેની સામે પોસ્ટ વિભાગ પ્રગતિ કરતુ નથી. પોસ્ટ ઓફિસમાં ઇન્ટરનેટ સતત ખોરવાઇ જવાના કારણે ગ્રાહકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે. વારંવાર ઇન્ટરનેટ કનેક્ટીવીટી ખોરવાઇ જવાથી નાગરિકોનો સમય વેડફાય છે. ભારત સરકાર દ્વાર પોસ્ટને બેંકનો દરજ્જો આપ્યો છે. તેની કામગીરી શરુ કરી દેવાઇ છે. તેમ છતા બેંક જેવી હજુ ગતિ આવી નથી અને પોસ્ટ કચેરીઓની હાલત કંગાળ બની ગઇ છે. જાગૃત નાગરિક પરિષદના જ્યોતિન્દ્ર દવેએ કહ્યુ કે, ગાંધીનગર શહેરમાં પોસ્ટ વિભાગની કામગીરી ઢીલી થઇ ગઇ છે. શહેરની પોસ્ટ કચેરીઓને એક યા બીજી કચેરીમાં મર્જ કરી દેવાઇ છે. જ્યારે પોસ્ટમેનની સંખ્યા ઓછી થઇ ગઇ છે અને ભરતી કરવામાં આવતી નથી. સરકારે શહેરમાં પોસ્ટ ઓફિસ બનાવવા પ્લોટ ફાળવ્યા છે. પરંતુ તેને ખુલ્લા પડી મુકવામા આવ્યા છે. ત્યારે પ્લોટ ઉપર મકાન બનાવી પોસ્ટ વિભાગને વધારે સારુ બનાવવામાં આવવુ જોઇએ.