બડેલી પ્રા.શા.માં શાળા પ્રવેશોત્સવ યોજાયો

1502

બડેલી ગામે આવેલ સરકારી શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ ૨૦૧૮ યોજાયો. પાલિતાણા તાલુકાના બડેલી ગામે આવેલ બડેલી પ્રાથમિક શાળા ખાતે તા.૧૪-૬ના રોજ શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના દાતા પરિવાર દ્વારા શાળા માટે દરવાજા તથા બાળકોને ચોપડા રમકડા સાથે સ્ટેશનરીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ અન્વયે શાળાના ભૂલકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યો હતો. આ અવસરે ગ્રામજનો વાલીગણ, તથા મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleવવેરા ગામે શાળા પ્રવેશોત્સવ સાથે કન્યા કેળવણી મહોત્સવ સંપન્ન
Next articleદામનગરમાં ઋષિવંશી સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયા