દામનગર શહેરમાં ઋષિવંશી સમાજ દ્વારા આયોજિત તૃતીય સરસ્વતી સન્માન સમારોહમાં તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરતા સમાજ રત્નો ગુજરાત ભરના પધારેલ મહાનુભવોનું સામૈયાથી સ્વાગત કરાયું તાલુકા સ્તરના સરસ્વતી સન્માન સમારોહમાં દામનગર શહેર સહિત લાઠી, લીલીયા અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ખૂબ મોટી સંખ્યામાં ઋષિવંશી સમાજની વિશાળ હાજરી જોવા મળી હતી. દામનગર ખાતે પટેલ વાડી ખાતે ભારે માનવ મેદની વચ્ચે ઋષિવંશી સમાજ દ્વારા તૃતીય સરસ્વતી સન્માન સમારોહમાં વિદ્વાન વક્તા ઓ દ્વારા શિક્ષણ સંસ્કાર સંગઠન દ્વારા સમાજ ની ઉન્નતિની સરાહના કરી હતી સેન મહારાજ યુવા ગ્રુપની સુંદર વ્યવસ્થાથી ભવ્ય રીતે ઋષિવંશી સમાજ આયોજિત સરસ્વતી સન્માન સમારોહ સંપન્ન થયો હતો. ે