સિહોરનાં ગૌતમેશ્વર જવાનો રસ્તો તદ્દન બિસ્માર હાલતમાં હતો ચાલવામાં પણ તકલીફ પડતી હોય વળી આ રોડ પર સ્મશાન પણ આવેલ હોવાથી નનામી લઈ નિકળતા ડાઘુઓ પણ આ ખરાબ રસ્તાથી પરેશાન થઈ જતા તે અંગે યોગ્ય માંગણીઓ તથા નવ નિયુક્ત નગરપાલિકાની બોડીે આ સમસ્યા ધ્યાને લીધેલ ગત ટર્મમાં પણ આ રોડ અંગે મંજુરીઓ આપવામાં આવેલ પણ થયેલ ન હતો. ત્યારે શહેર ભાજપ પ્રમુખ તથા નગર પાલિકા પ્રમુખ તથા તમામ હોદ્દેદારો અને ચુટાયેલા સભ્યોએ આ રોડને પ્યાચોરીટી આપી સત્વરે બનાવવા જ નક્કી કરેલ ત્યારે આજરોજ આ રોડનું ખાત મુર્હુત ગૌતમેશ્વર મહાદેવનાં મહંત મહા મંડલેશ્વર સ્વામી સ્વરૂપાનંદજી મહારાજના હસ્તે પાલિકાના હોદ્દેદારોની હાજરીમાં કરવામાં આવેલ હતું. જેમા નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન સદાશીવ ભોળાનાથના દર્શનને જવાનો રસ્તો બનતો હોય જેમા કોઈ વોટબેંક કે રાજકારણ પણ ન હોય જેમા સમસ્ત નગરજનો, સહેલાણીો વિવિધ પક્ષના આગેવાનિો આ રોડ પરથી પસાર તથા હોય છે છતા જોવાનું એ રહ્યું કે આ રોડાન ખાતમુર્હુતમાં કોંગ્રેસના એક પણ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા ન હતા જેની નોંધ પણ નગરજનોએ લીધી હતી સિહોરની શાન સમા રોડનું ખાતમુર્હુત હોય જેમા ગેરહાજરી સ્પષ્ટ નજરે જોવા મળી હતી. આ ખાતમુર્હુત પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ તથા કારોબારી ચેરમેન શંકરમલ કોકરા, મહામંત્રી દિપ્તીબેન ત્રિવેદી ઉપપ્રમુખ ચતુરભાઈ, દિપશંગભાઈ રાઠોડ, વી.ડી.નકુમ, નિલેષભાઈ જાની, રાકેશભાઈ છેલાણા, અલ્પેશભાઈ ત્રિવેદી, અશોકભાઈ વાળા નટુભાઈ મકવાણા, અશ્વીનભાઈ બુઠનપરા, સહિત શાસકપક્ષના તમામ કોર્પોરેટરો તતા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.