ઘોઘા ગામે સાગર તટ રક્ષક દિવાલ ક્ષતિગ્રસ્ત થતા આવેલ હેવી ટાઈડ ભરતીના કારણે સમુદ્રના પાણી સમગ્ર ગામમાં ફરિવળ્યા હતાં. પ્રતિ વર્ષ ચોમાસાના ચાર માસ ઘોઘાના ગ્રામજનો માટે ભારે દહેશત અને ભય સાથે પસાર થાય છે. વર્ષો પુર્વે બનાવવામાં આવેલ તટ રક્ષક દિવાલ તુટી ગયા બાદ ચોમાસાના સમય દરમ્યાન દરિયામાં હેવી કરંટ હોય આથી અવાર-નવાર અમાસ- પૂનમ સમયે ભારે ભરતી આવવાના કારણે દરિયાના ઘસમસતા પાણી સમગ્ર ગામમાં ફરિ વળે છે. પરિણામે નિચાણવાળા વિસ્તારોમાં ગોઠણ સુધીના પાણીનો ભરાવો થાય છે. ગત વર્ષની જે આ વર્ષે પણ હજુ એક પણ વાર વરસાદ વરસ્યો ન હોવા છતા સમુદ્ર તોફાની બનતા અમાસ તિથી ગયે ત્રણ દિવસ બાદ ગઈકાલે તથા આજરોજ દરિયા કિનારે મોટા મોજા ઉેછળવા સાથે ભારે ટાઈડ આવતા દરિયાજી ખારૂ પાણી તટ સિંમા ઓળંગી આવ્યા ગામમાં ફરિવળ્યું હતું પરિણામે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. લોકોના જણાવ્યા અનુસાર હજુ વરસાદ થયો ન હોય જેના કારણે જાનમાલની કોઈ નુકશાની થવા પામી નથી. પરંતુ જો ભારે વરસાદ થયો હોય તો સ્થીતિ વિકટ બની હોત આજે સાંજે ૬ વાગ્યાના સુમારે દરિયામાં ભારે ભરતી આવતા ઘોઘાના મોરાવાડા સહિતના વિસ્તારો પાણીથી તરબત્તર થઈ જવા પામ્યા હતાં. આ અંગે તંત્રએ તપાસ હાથ ધરવા સાથો સાથ આગામ ચેતીના પગલા રૂપે નિચાણ વાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા તાકીદ પણ કરી હતી. ચોમાસા દરમ્યાન અવાર-નવાર આ પ્રકારની સમસ્યા સર્જાય છે. છતા સરકારી તંત્ર કે સ્થાનિક નેતા આ ગંભીર પ્રશ્ન અંગે કોઈ ઉચીત પગલા ન લેતા લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. પ્રતિ વર્ષ સમુદ્ર ગામની વધુને વધુ નજીક આવી રહ્યો હોય સમગ્ર ગામ પર ખતરો તોળાઈ રહ્યો છે.
બોકસ નવી દિવાલ માટે રૂા. રપ લાખ ફાળવ્યા
સમુદ્રથી ઘોઘા ગામને રક્ષણ મળે તે માટે તટ પર આવેલી દિવાલ વિવાદાસ્પદ છે કારણ કે આ દિવાલની બે ભાગમાં વહેચણી કરવામાં આવેલી છે એક હિસ્સો જીએમબી તથા ૧ હિસ્સો ગ્રામ પંચાયત હસ્તક છે. ત્રણ વર્ષની લગાતાર માંગને લઈને સરકારે ગત વર્ષે રૂા.ર પ લાખ દિવાલ સમારકામ – નવીનીકરણ માટે ફાળ્વયા છે. પરંતુ આજદીન સુધી આ દિવાલનો સર્વે કે નિર્માણ સંબંધી કોઈ કામગીરી આગળ ધપી નથી.
– અન્સારભાઈ રાઠોડ, સરપંચ ઘોઘા