નીતિન પટેલ બાદ આવતીકાલે CM રૂપાણી દિલ્હી જશે, PM મોદીને મળશે

1976

રવિવારે દિલ્હીમાં નીતિ આયોગની બેઠક યોજાશે, જેમાં હાજરી આપવા સીએમ વિજય રુપાણી દિલ્હી પહોચશે. તેઓ સંગઠનના અસહયોગને લઇને તેઓ પીએમ નરેન્દ્ર મોદીને પણ ફરિયાદ કરી શકે છે, સાથે રાજ્યમાં બીજેપી તરફે ફરીથી માહોલ બનાવવા માટે વધારાની કોઇ રાહત પણ માંગી શકે છે. ખાસ કરીને ખેડુતોને લઇને નિશ્ચિત યોજનાઓ ઉપર ચર્ચા કરી શકે છે. છતાં હાલ જે રીતે પાર્ટીની અંદર જુથ બંધી અને જુનિયર સિનિયરની લડાઇ ચરમસીમાએ છે, તેને લઇને કાર્યકર્તાઓમાં નિરાશા અને નારાજગી પ્રવર્તી રહી છે, ત્યારે પાર્ટી ફરીથી સંગઠનને મજબુત કરવા કવાયદ કરતી દેખાઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ દિલ્હીની મુલાકાત લીધી હતી. ગુજરાતમાં હાલ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાની અફવા ચાલી રહી છે, જેના વિશે સાઈબર ક્રાઈમને તપાસ કરવા સોંપાઈ છે. પીએમ નરેન્દ્ર મોદીએ ભાજપશાસિત રાજ્યના તમામ મુખ્યમંત્રીઓની નીતિ આયોગ અંગે મહત્ત્વની બેઠક આયોજીત કરી છે, ત્યારે આ બેઠકમાં ઉપસ્થિત રહેવા મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ દિલ્હી જશે. મુખ્યમંત્રી આજે અમદાવાદના વિવિધ લોકાર્પણ કાર્યક્રમ અને જાહેર સભાના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ દિલ્હી જવા રવાના થશે.જ્યાં તેઓ રાત્રિ રોકાણ કરી બીજા દિવસે વડાપ્રધાન મોદી સાથેની મુખ્યમંત્રીઓની બેઠકમાં હાજરી આપશે.

Previous articleવનરાજા આજથી ચારમાસના વેકેશન પર
Next articleIPSના પ્રમોશન અને IASના ટ્રાન્સફર અટક્યા