રાજુલામાં રૂા.૭ કરોડના ખર્ચે ટનાટન રસ્તાઓ બનશે

1430
guj1542017-1.jpg

રાજુલાના ભાજપ અગ્રણીઓ તેમજ શહેર ભાજપ પ્રમુખે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને સાથે લઈ ગાંધીનગરમાં રાજુલા શહેરના ૧ર૦ નવા માર્ગો તેમજ મરામત માટે સફળ રજૂઆતથી રૂા.૭ કરોડ મંજુર કરાયા. જેમાં ગોકુલનગર-રનો હાડ પ્રશ્ન જેમાં બારેમાસ ગંદા પાણીનું તળાવ અને તેમાંથી વહેતું પાણી માટે અવારનવાર નગરપાલિકામાં અનેક વખત રજૂઆત કરેલ. જેમાં નગરપાલિકા પ્રમુખ સંજયભાઈ ધાખડા, ચેરમેન દિલીપભાઈ તેમજ ચીફ ઓફિસર રાકેશ પરીખ દ્વારા આ ગોકુલનગર-૧ના પ્રશ્ન બાબતે ઉપર લેવલે પણ રજૂઆત કરેલ. તેમાં ગયા વીકમાં ભાજપ શહેર પ્રમુખ મયુરભાઈ દવેની દરખાસ્ત ધારાસભ્ય દ્વારા રાજ્ય સરકારે સાંભળી ખરી અને ૧ર૦ રોડ માટે ૭ કરોડ મંજુર કરી જેના નગરપાલિકા દ્વારા દરેક રોડના ટેન્ડર બહાર પાડ્યા છે. જેમાં ટેન્ડરીંગ પ્રક્રિયા થયા બાદ આગામી દિન-૧પમાં નવા રોડના કામો શરૂ કરવામાં આવશે.

Previous article શંકરસિંહ બાપુની ઘરવાપસીની અટકળો તેજ ? બાપુએ એવું તો શું કર્યું ?
Next articleભટવદર ગામે મથુરેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભાગવત કથાનો પ્રારંભ