રાજ્યનાં ગૃહ વિભાગ દ્વારા એક સાથે ૬૧ આઈ.પી.એસની બદલીનાં ઓર્ડર કર્યા છે જેમાં ભાવનગર એસ.પી. દિપાકંર ત્રિવેદીને બઢતી સાથે ગાંધીનગર ખાતે બદલી કરાઈ છે. જ્યારે સાબરકાંઠાનાં એસ.પી. પી.એલ. માલની ભાવનગર બદલી કરવામાં આવી છે.
ભાવનગર શહેર જિલ્લાની જનતાના હૃદયમાં અનેરૂ સ્થાન બનાવનાર અને શહેરમાં નેત્ર પ્રોજેકટ તેમજ મેરેથોન દોડનું પ્રથમ વખત આયોજન કરનાર એસ.પી. દીપાંકર ત્રિવેદીને બઢતી સાથે બદલી કરાઈ છે. રાજ્ય સરકાર દ્વારા ચૂંટણીલક્ષી બદલીઓ કરે છે. જેમા ૬૧ આઈ.પી.એસનો સમાવેશ થાય છે. ભાવનગર એસ.પી. દીપાકર ત્ર્િોવદીને ડી.આઈ.જી. તરીકે પ્રમોશન આપી સી.આઈ.ડી. ક્રાઈમ ગાંધીનગર ખાતે બદલી કરાઈ છે. જ્યારે સાંબરકાઠાનાં એસ.પી. પી.એલ. માલ જે કાયદાનું ચુસ્ત પણે પાલન કરાવવાનાં આગ્રહી છે તેમને ભાવનગર એસ.પી. તરીકે નીયુક્ત કરવામાં આવ્યા છે.