પારસા ગામમાં દલિતે કાઢ્યો વરઘોડો, દબંગોએ વરરાજાને ઘોડી પરથી ઉતારી દેવાતા બબાલ

1670

ગુજરાતમાં દલિતો પર અત્યાચારની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ગાંધીનગર જિલ્લાના માણસાના પારસા ગામમાં દલિત યુવકના લગ્ન હતા જેને અટકાવવામાં આવ્યા હતા. કારણ કે પારસા ગામમાં દલિત યુવકનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. દલિત યુવકના લગ્નમાં સગા-સંબંધી સહિત હાજર સૌ કોઈ આ ઘટનાથી ચોંકી ગયા હતાં. જોકે બાદમાં પોલીસના હસ્તક્ષેપ બાદ દલિત યુવકનો વરઘોડો ધામધૂમથી નીકળ્યો હતો જેમાં સૌ કોઈ ખુશ જોવા મળ્યા હતાં. માણસાના પરસા ગામમાં દલિત યુવકના લગ્ન નિર્ધાયા હતાં. લગ્નમાં યુવકનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જોકે, કેટલાંક લોકોએ યુવકને અપમાનિત કરીને ઘોડી પરથી નીચે ઉતારી દેવામાં આવ્યો હતો.

દલિત પરિવારજનો અને અન્ય લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ પોલીસ અને ગામના સરપંચની દરમિયાનગીરી બાદ ફરીથી યુવકનો વરઘોડો ધામધૂમથી કાઢવામાં આવ્યો હતો.

દલિત યુવકના વરઘોડોમાં કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. પોલીસના કાફલા સાથે દલિત યુવકનો વરઘોડો ગામમાં નીકળ્યો હતો. જેમાં લોકોએ ખુશ જોવા મળી રહ્યા હતાં. ઉલ્લેખનીય છે કે મહેસાણા વિઠ્ઠલાપુરમાં મોજડી પહેરવાને લઇને એક દલિત યુવક સાથે મારપીટ કરવામાં આવી હતી અને તેનો વીડિયો બનાવીને વાયરલ કરી દેવામાં આવ્યો હતો.

Previous articleછત્રાલમાં ૧૩૦ લિટર દારૂ સાથે શખસ પકડાયો
Next articleબે દાયકાથી અવિરત ચાલતી સંગીતમય સુરીલી સાંજ