ઘોઘા ગામે છેલ્લા કેટલાક વર્ષોથી પીવાના પાણીને લઈને સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. પીવાનું પાણી મેળવવા દુર દુર સુધી ભટક્યા બાદ પાણી નસીબ થાય છે.
ઘોઘા ગામે નબળી નેતાગીરી, પાણી વિનાના લોક પ્રતિનિધિના પાપે મોટી વસ્તી ધરાવતું ગામ બારે માસ પીવાનું પાણી મેળવવા ભારે સંઘર્ષ કરે છે. આ અંગે સ્થાનિકો ભારે રોષ સાથે જણાવે છે કે, ચૂંટણી ટાણે મત મેળવવા મતદારોને કાલા-વાલા કરી હાથ જોડતા ઉમેદવારો ચૂંટાયા બાદ લોક સમસ્યા જાણવા તો દુર પ્રજા સામે આવવામાં પણ ભોંઠપ અનુભવી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. ચોમાસાના ૪ માસ દરમ્યાન લોકોને આંશીક રાહત રહે છે. બાકી ઘરથી દુરના અંતરે પાણી ભરવા જવું પડે છે. હાલ અનેક પછાત વિસ્તારોની મહિલાઓ પાણી માટે પોલીસ મથકે દોડી જાય છે ત્યારે માંડ પાણી નસીબ થાય છે.