રાજકારણમાં પક્ષ -નિષ્ઠા-નૈતિકતા મરી પરવારી- જવાબદાર કોણ ?
રાજકારણ અને રાજકારણી તરીકેનું સ્થાન નીચું ને નીચું ઉતરતું જઈ રહ્યું છે. તેમાંય પક્ષીય રાજકારણમાં પક્ષ તરફથી વફાદારીને પણ લૂણો લાગ્યો છે. ગુજરાતમાં બે મુખ્ય પક્ષ છે બંન્ને આયારામ-ગયારામ કે સત્તા માટે કે પછી અન્ય પ્રલોભનો હોય કે કેમ પણ પક્ષ પલ્ટો કરતાં બીજી પાટલી પર બેસતાં વાર પણ કરતાં નથી. તાજેતરમાં તાલુકા પંચાયતો- જિલ્લા પંચાયતો અને નગર પાલિકાઓમાં આ ખેલ બંન્ને પક્ષને મોઘો પડી રહ્યો છે.
કોંગ્રેસે કેટલીક બેઠકો પ્રમુખપદ કે અન્ય ભાજપ પાસેથી પડાવી લીધા અને સામે ભાજપે પણ કોંગ્રેસ પાસેથી પડાવી લીધા અને પોતપોતાની સત્તા ગુમાવવાનો વારો આવ્યો પરંતુ રાજકીય નૈતિકતા કેમ આટલી નીચે ઉતરી ગઈ છે તે પાછળ વિચારવાનું કોઈ ને સૂજતું નથી.
રાષ્ટ્રીય નેતાઓ જે નિષ્ઠા કે નિયમો અને સિધ્ધાંતોથી પક્ષ ચલાવતા હતા તેમાં કયાંક ખામી થઈ છે કે પછી લોકોમાં સત્તાલાલસા જાગી છે કે અન્ય કોઈ કારણો સમાજમાં ઉભા થયાં છે કે જેના કારણે પક્ષ પલ્ટો સાવ સામાન્ય ઘટના બનતી જાય છે. જેથી પક્ષોએ પોતે આ વિચારધારા નહીં અટકાવી શકે તો લોકો જરૂરથી કહેશે કે ખાડો ખોદે તે પડે ! કારણ કે બીજો પક્ષ તેને સ્વિકારવા તૈયાર ન હોય તો આવી કોઈ ઘટના પ્રજાના મતનો અનાદર કરવાની હિંમત પણ કોઈ ન કરે પરંતુ પક્ષના રાજીપાથી થતી આ ઘટનાઓ તેમના નબળા સમયમાં એવી રીતે સામે આવશે કે પછી થશે કે આ કરતાં તો પક્ષાંતર ધારો કડક કર્યો હોત તો વધું સારું અત્યારે પક્ષાંતર ધારો છે પરંતુ બુઠ્ઠા હથીયાર જેવો હોવાથી તેની ખાસ કંઈ અસર રહી નથી.
શિક્ષણમાં બધે જ કાળો કકળાટ શા માટે છે ? ઉત્તરોત્તર પરિણામો કેમ ખરાબ આવે છે !
શિક્ષણની સગવડો તથા ઈન્ફ્રાસ્ટ્રકચરમાં અનેક ઘણો વધારો થયો છે પરંતુ શિક્ષણના સ્તરમાં કયાંક ને કયાંક ગીરાવટ આવતી જાય છે. સામુહિક પરિણામો નબળાને નબળા શા માટે આવતા જાય છે તેનો વિચાર કરવો રહ્યો નહીં તો બાળકોના ભવિષ્યનો એક મોટો સવાલ અહીં ઉપસ્થિત થવાનો છે.
શિક્ષકને પહેલાં સમાજનું મહત્વનું અંગ અને શિક્ષણ એ સમાજ પ્રત્યેની સેવા તરીકે જ કરવામાં આવતું હતું. શિક્ષક ગામમાંથી પસાર થાય તો છોકરા રમવાનું પડી મુકી દુરથી આવતા શિક્ષકને જોઈ ઘરભેગાં થઈ જતાં. શિક્ષકોનું માન પણ એવું હતું નોકરીના સમય પછી જરૂર જણાય તો બોર્ડની પરીક્ષા પહેલાં શાળામાં રાત્રી વર્ગો કે લાઈબ્રેરી શરૂ કરી પોતે સમય આપતાં અને પોતાના વિદ્યાર્થીઓનું પરિણામ કેમ સારૂ આવે તેની ચિંતા કરતાં બેજ પેઢી પછી શિક્ષણની આ સ્થિતિ કેમ ઉદભવી કારણ કે સમાજે શિક્ષણને ધંધો – કમાવાનું સાધને અને શિક્ષકને પૈસા લઈ કામ કરતો પગારદાર નોકર સમજયો અને તેના પગારમાં લેવાદેવા વગર કાપ મુકતા ગયા કે પછી શિક્ષકની ભરતીમાં કાયમી પગારદાર થવા માટે લાખો રૂપિયા લેતા થયા અમુક ટ્રસ્ટ હજી લેતાં નથી. ત્યાં કંઈક અંશે શિક્ષણનસ ગુણવત્તા પણ જળવાઈ રહી છે.
સરકારે પોતાની જવાબદારી સાવ છોડી દીધી અને સમાજના ધંધાદારી લોકોને શિક્ષણમાં રોકાણ કરી ફેકટરીની જેમ પૈસા કમાવવા માટે છૂટ આપી દીધી જેથી ફેકટરીમાં વધારે નફો કરવા હલકો માલ વેચાય તેમ વિદ્યાર્થીઓ પણ નબળા ને નબળા ઉતરતા થવા લાગ્યા છેવટે ભોગવવાનું સમાજે અને આપણે અને સ્પેશીફીકલી મારે છે તેવું લાગે ત્યારે વાત !!
યોગ કરવા માટે સ્પા-બગીચાની બધાને જરૂર છે પરંતુ તે પહેલાં અનેક પ્રાયોરીટી છે
યોગ- વિશ્વ યોગ દિવસે આખા ભારતના લોકો યોગ કરી પોતાની યોગ પ્રત્યેની જાગૃતિ દાખવશે ખૂબ જ સારી વાત છે અને ભારતની સંસ્કૃતિની પોતાની દેન છે કે યોગ કાર્મશુ કૌશલમ પરંતુ કર્મ કરવા અને તે પહેલાંની પાયાની જરૂરિયાતો હજી દેશમાં પુરી થઈ છે ખરા !! કેટલાકને હજી બે ટંક ખાવા માટે જ જીવનના બધા જ કલાકો આપવા પડે છે તો કેટલાકે તે આપવા છતાં પુરૂ નથી થતું ત્યારે માનસિક કે શારીરિક તંદુરસ્તીનું તેના પર કંઈ અસર કર્તા થાય ખરું ? આપણ એક મહત્વનો પ્રશ્ન છે.
હમણા વડાપ્રધાને અપીલ કરી તેને શીરોમાન્ય રાખીએ કારણ રોડા થતાં પહેલાં તેને નાથવાની અને તેનાથી તમામ જીવનના સુખ પ્રાપ્ત થવાની પુરી વૈજ્ઞાનિક પધ્ધતિ છે તેમાં કોઈ શંશય નથી. પરંતુ દેશના લોકો હાલ તે કરી શકે તેમ છે ખરા..
રોટી-કપડા-મકાનની પોતાની મૂળભૂત જરૂરિયાતો સરકાર પુરી પાડી શકયુ છે ખરા.. બાકી સ્પા-બગીચામાં વડાપ્રધાનની જેમ યોગ કરવાનું કોને ન ગમે. અરે જીવનનું સ્વપ્ન પુરુ થાય દેશના લોકો માટે મોટામાં મોટુ સપનું પુરુ થાય જો તેવી સગવડોમાં યોગ કરવા મળે તો પરંતુ તે શકય છે કે કેમ ? ભૂખ્યાને અન્ન પહોંચાડીએ પછી તેને યોગનું કહીએ તો તેના કાને સંભળાય બાકી ભૂખ્યે ભજન પણ ન થાય એવું ખરૂ..
કાશ્મીર હોય કે પાકિસ્તાન આતંકવાદીને કોઈ ધર્મ હોતો નથી ! બાકી રમજાનમાં હિંસા ?
આતંકવાદીને કોઈ ધર્મ હોતો નથી તે દેશના તમામ લોકોએ સમજી લેવાની જરૂર છે. માનવતાના દુશ્મન એટલે આતંકી અને તે પણ ગુમરાહ થયેલા કોઈ નાગરિકો જ જરૂર છે પરંતુ તે રસ્તે ચાલતા દરેકને કોઈ ધર્મ હોતો નથી તે પછી કાશ્મીર હોય કે પાકિસ્તાન..
આતંકને મુસ્લીમ સાથે જોડવાની પણ જરૂર નથી કે તેનાથી મુસ્લીમોએ પણ દુર રહેવાની જરૂર છે. આતંકી કોઈ પણ ધર્મના ઓઠા હેઠળ હોય તેને ખુલ્લા કરવા રહ્યા. નહીં તો રમજાન જેવા પવિત્ર માસમાં હિંસા કેવી રીતે હોઈ શકે ! અને તે પણ દેશના રક્ષા માટે તૈનાત જવાનની હત્યા જેવી નિર્બરતા કરતાં તત્વો કયારેય કોઈ ધાર્મિક કે ધર્મ સાથે સંકળાયેલા ન હોઈ શકે જે દેશના તમામ લોકોએ સારી પેઠે જાણીને વર્તવાની જરૂર છે. નાના નાના વાંધા હોઈ શકે પરંતુ દેશની વાત આવે ત્યારે દેશપ્રેમ દેખાડવો આપણા સૌની ફરજ માત્ર છે. ફરીવાર આતંકીને કોઈ ધર્મ સાથે લેવા દેવા નથી. તેનો અલ્લાહ -ઇશ્વર કે અન્યના ગુનેગારો છે અને સજાને પાત્ર છે…