મનપાની સામાન્ય સભામાં પ્રથમવાર કલેકટર હાજર રહ્યા

975

એક અઠવાડીયામાં સ્વચ્છતા અંગે બેઠક બોલાવી એકશન પ્લાન તૈયાર કરાશે તેવું પ્રથમવાર મહાનગર પાલિકાની સામાન્ય સભામાં કમિશનરનો ચાર્જ હોવાને નાતે આવેલા કલેકટર એચ. કે. લાંઘાએ જણાવ્યું હતું. તેમણે સામાન્ય સભામાં રજુ થયેલા સ્વચ્છતાના અભિગમને યોગ્ય ગણાવી જણાવ્યું હતું કે આ બાબતને ગંભીરતાથી લેવાની જરૂર છે અને એક જ અઠવાડીયામાં આ બાબતે બેઠક બોલાવી તુરંત જ એકશન પ્લાન તૈયાર કરવાની ખાત્રી આપું છું.

Previous articleકોર્પોરેટરને મળતી એક લાખ ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ કરીએ તો ફરિયાદ નહી આવે : મનુભાઈ
Next articleઅઢી વર્ષથી બેઠા છો અને ચાર મહિનામાં ઉતરી જશો, કંઈક તો કરો : કોંગ્રેસ