કોર્પોરેટરોને સ્વચ્છતાની એક લાખ ગ્રાન્ટ આપવામાં આવે છે તેને યોગ્ય રીતે પોતાના વિસ્તારમાં વાપરવા માટે ચેરમેન મનુભાઈ પટેલે જણાવ્યુ હતુ અને ઉમેર્યું હતુ કે, વિકાસના કામોમા જયારે પણ જરૂર પડે તે સાધન-સામગ્રી અને નાણાં પુરા પાડવામાં આવશે.
દરેક કોર્પોરેટરે પોતાને મળતા એક લાખની ગ્રાન્ટનો યોગ્ય મોનીટરીંગ સાથે ઉપયોગ કરે તો ફરિયાદનો પ્રશ્ન ઉપસ્થિત નહી થાય. જો કે કોંગ્રેસમાંથી પણ જીતુભાઈ રાયકાએ એક લાખ રૂપિયાના કોર્પોરેટરોની ગ્રાન્ટના મોનીટરીંગ થાય તેવો આગ્રહ રાખ્યો હતો.