કોલવડામાં રાજરાજેશ્વરી માતા મેલડીનો ભવ્ય ૧૭ મો પાટોત્સવ યોજવામાં આવ્યો હતો. નવચંડી યજ્ઞનું આયોજન પણ સુખાકારી માટે કરવામાં આવ્યું હોવાનું માતાજીના પરમ ભક્ત અજીતસિંહ છત્રસિંહ વાઘેલા દ્વારા જણાવવામાં આવ્યું હતું.
અજીતસિંહ વાઘેલા માતાજીના ભકતે આ વર્ષે પણ ભવ્ય આયોજન કર્યું હતું. જેમાં ભાવિક ભકતોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. સવારથી નવચંડી યજ્ઞ શરૂ કરાયો હતો.
જેમાં સાંજે ૪.૧પ કલાકે શ્રીફળ હોમવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ આ વખતે પણ આજુબાજુથી મોટી સંખ્યામાં ભકતો-ભુવાઓ અને લોકોએ યજ્ઞમાં ભાગ લીધો હતો.