બોટાદ જિલ્લાનું વીસ હજારની વસ્તી ધરાવતું ગામ ઢસા જે વિકાસની હરણફાળ ભરી રહ્યો છે. અગાઉ કરોડોના ખર્ચે લોકભાગીદારીથી સ્મશાનનું નવનિર્માણ થવા જઈ રહ્યું છે. જે સમગ્ર ગુજરાતમાં નોંધ લેવાઈ છે. બોટાદ જિલ્લાનું નાનકડું ગામ ઢસા જે વિકાસની હરણફાળ વચ્ચે સુવિધામાં વધુ એક મોરપીંછ ઉમેરાયુ છે. જે આજે સુરક્ષા સેતુ અને લોકભાગીદાર અંતર્ગત લાખ્ખોના ખર્ચે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જે બોટાદ જિલ્લાનું પ્રથમ ઢસા ગામ હશે જે સીસીટીવીથી સજ્જ થયું છે. ગામના તમામ એન્ડરસ પોઈન્ટ પર લગભગ ત્રીસ જેટલા કેમેરા લગાવવામાં આવ્યા છે. જેનું મોનીટરીંગ ઢસા પોલીસ મથકના અધિકારી એ.પી. સેલૈયા કરવાના છે. ઢસા ગામમાં સીસીટીવી કેમેરા લાગવાથી ચોક્કસ અસામાજિક પ્રવૃત્તિ પર રોક લાગશે. ગુનાહિત પ્રવૃત્તિ અટકશે, ગુંડાગીરી-રોમીયોગીરી કરનારને ગુનો કરવા માત્ર ચોક્કસ એકવાર વિચાર કરવો પડશે ત્યારે વીસેક હજારની વસ્તી ધરાવતું ઢસા ગામ તીરસી આંખ સીસીટીવીથી સજ્જ થયું છે જે બોટાદ જિલ્લાનું પ્રથમ ગામ છે.