ક્રેસન્ટ પાસેથી વરલી મટકાનાં આંકડા લેતો શખ્સ ઝડપાયો

1360

 

શહેરનાં ક્રેસન્ટ સર્કલ પાસે જાહેરમાં વરલી મટકાનાં આંકડા લેતા શખ્સને એસ.ઓ.જી ટીમે રોકડ અને આંકડાની ચીઠ્ઠીઓ સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.

ડી.જી.પી. ગુજરાત રાજ્ય ગાંધીનગરએ ગુજરાત રાજ્યમાં દારૂ/જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ કરવા ડ્રાઈવનું આયોજન કરેલ હોય જેના ભાગરૂપે ભાવનગર જીલ્લામાં દારૂ-જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સદંતર નાબુદ કરવા આપેયલી સુચના હેઠળ એસ.ઓ.જી. શાખાનાં પોલીસ હેડ કોન્સ. હરેશભાઈ ઉલવાને મળેલ બાતમી આધારે ક્રેસંન્ટ સર્કલ પાસે જાહેરમાં વરલી મટકાના આંકડા લેતો ઇસમ વાસુદેવ ઉર્ફે વાસુભાઇ લીલારામ તોરાણી ઉ.વ.૫૧ રહે.હાલ-બ્લોકનં-બી/૯, ધનેશ ફલેટ, ડોન ચોક ભાવનગર મુળ જુના સીન્ધુ કેમ્પ, રૂમનં-૧૮૧ ભાવનગર વાળાને વરલી મટકાના આંકડા લખેલ ચિઠ્ઠીઓ નંગ-૨ તથા રોકડ રૂપિયા ૧૦,૭૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ વિરૂધ્ધમાં જુગારધારા તળે કાયદેસર કાર્યવાહી કરી ઘોઘારોડ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવેલ

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેકટર ડી.ડી.પરમાર આસી.સબ ઇન્સ. જી.પી.જાની  હેડ કોન્સ. હરેશભાઇ ઉલવા  પોલીસ કોન્સ. સોહીલભાઇ ચોકીયા અતુલભાઇ ચુડાસમા જોડાયા હતા.

Previous articleએસટીમાં સલામત સવારી કે મોતની મુસાફરી ?
Next article૯ પેટા કમિટીઓના ચેરમેન, ડે.ચેરમેનોની થયેલી વરણી