મનપાએ આર એન્ડ બી પાસે છેવટે શહેરના આંતરિક રસ્તાનું કામ શરૂ કરાવ્યું

830
gandhi2102017-6.jpg

મહાનગર પાલિકાના સેકટરોના ખરાબ થઈ ગયેલા રોડ માટે અનેક માંગણીઓ બાદ આખરે આર એન્ડ બી દ્વારા સેકટર – ર માંથી આંતરિક રસ્તા સમારકામ કરવાનું શરૂ કર્યું છે. અત્રે યાદ રહે કે છેલ્લા ત્રણ વર્ષથી મનપા દ્વારા રસ્તાઓ માટેની ગ્રાન્ટ આર એન્ડ બી ડીપાર્ટમેન્ટને આપી દેવામાં આવી હતી. 
છતાં પણ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં છેવટે નીતિનભાઈ પટેલ સુધી ફરિયાદ પહોંચી હતી. જેમણે રસ્તા માટે કડક સૂચના આપતાં છેવટે વિભાગ જાગ્યો હતો અને મહાનગર પાલિકાના રૂપિયા વારપવાના શરૂ કરી આંતરિક માર્ગો બનાવવાનું શરૂ કરતાં લોકોએ હાશકારો અનુભવ્યો છે.

Previous articleકોલવડા ખાતે મેલડી માતાનો ૧૭ મો પાટોત્સવ ઉજવાયો
Next article૧૦૦ વખત રક્તદાન કરનારા ૧૦૧ રક્તદાતાઓનું રાજ્યપાલના હસ્તે સન્માન