મહાનગર પાલિકાની નવ પેટા કમિટીઓના ચેરમેનો અને ડે.ચેરમેનોની વરણી માટે કમિ.ગાંધી, નાય.કમિશ્નર ગોવાણીની હાજરીમાં વિવિધ નવ કમિટીઓની રચનાનું કામ સે.જોષીએ હાથ ધર્યુ હતુ.
આ નવ પેટા કમિટીઓમાં ખાસ કરીને જાહેર બાંધકામ કમિટી ચેરમેન તરીકે રાજુભાઈ પંડયા, ડે.ચેરર્પસન ગીતાબેન વાજા, આરોગ્ય કમિટી ચેરમેન તરીકે રાજુભાઈ રાબડીયા, ડે.ચેરપર્સન બીનાબા રાયજાદા, ડ્રેનેજ કમિટી ચેરમેન હરેશભાઈ મકવાણા, ડે. કાન્તાબેન મકવાણા, વોટર વર્કસ કમિટી જલ્વીકાબેન ગોંડલીયા ચેરપર્સન, ડે.ચેરમેન ધીરૂભાઈ ધામેલીયા, ટાઉન પ્લાનિંગ કમિટી કિશોરભાઈ ગુરૂમુખાણી ચેરમેન, ડે.ચેરપર્સન લીલાબેન ખીજડીયા, સોશ્યલ વેલ્ફેર કમિટી, દિવ્યાબેન વ્યાસ ચેરપર્સન, ડે.ચેરપર્સન આશાબેન બદાણી, ગાર્ડન કમિટી, ડી.ડી.ગોહિલ ચેરમેન, ડે.ચેરપર્સન યોગીતાબેન ત્રિવેદી, સ્ટ્રીટ લાઈટ કમિટી કાન્તાબેન બોરીચા ચેરપર્સન, ડે.ચેરપર્સન કીર્તીબેન દાણીધારીયા, લીંગલ કમિટી ભારતિબેન બારૈયા ચેરપર્સન, ડે.શારદાબેન મકવાણા.
આમ નવ કમિટીના ચેરમેન, ડે.ચેરમેનોની વરણીનું કામ પુર્ણ થયું હતુ. કમિટીઓના ચેરમેન, ડે.ચેરમેન વરણી અંગે મેયર મનભા મોરીના ચેમ્બરે બેઠક મળેલ. આ બેઠક મહામંત્રી મહેશભાઈ રાવળ, તથા રાજુભાઈ બાંભણીયા હાજર રહયા હતા. આ નવ કમિટીઓમાં ચારેક મહિલાઓને ચેરપર્સન બનાવાયા છે, આમ છતા મહિલાઓને પુરતું પ્રતિનિધીત્વ નથી મળ્યાના અફસોસ ચાલુ રહયો હતો.