ભાજપના મંત્રી વસાવા ઉપર પૂર્વ સનદી અધિકારીએ લગાવ્યો ભ્રષ્ટ્રાચારનો આરોપ

1475

રાજયના આદિજાતિ અને મહિલા બાળ વિકાસ તેમ જ વન અને પર્યાવરણ મંત્રી અને માંગરોળના ધારાસભ્ય ગણપત વેસ્તાભાઇ વસાવા વિરુદ્ધ કરોડો રૃપિયાના ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લાગ્યા છે. મંત્રી વસાવા ઉપર ગંભીર આરોપ અન્ય કોઇ નહીં પરંતુ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વતની અને પૂર્વ સનદી અધિકારી જગતસિંહ એલ. વસાવાએ લગાવ્યા છે. મળતી માહિતી પ્રમાણે નિવૃત્ત આઇએએસ જગતસિંહ વસાવાએ ગણપત વસાવા વિરૃધ્ધ અપ્રમાણસર મિલકત અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે મંત્રી વસાવા અને અન્યો સામે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ ૧૯૮૮ની કલન ૧૩ (ઇ), ૧૩ (૨) હેઠળ ગુનો દાખલ કરવા અને સમગ્ર મામલામાં ન્યાયિય તપાસ કરવા ઉગ્ર માંગણી કરી છે. ગુજરાત હાઇકોર્ટે મંત્રી વસાવા વિરૂદ્ધ ફરિયાદ પરત્વે ખુદ એસીબીના ડાયરેક્ટરને નિર્ણય લેવાનો હુકમ કર્યો હોવા છતાં સરકાર કે એસીબી દ્વાર પાલન કરવામાં આવ્યું નથી. જેના પગલે હજગતસિંહ વસાવા ફરીથી હાઇકોર્ટના દ્વારા ખખડાવાની ચીમકી ઉચ્ચારી છે. જોકે, પૂર્વ સનદી અધિકારી દ્વારા રાજયના વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવા વિરૃધ્ધના ભ્રષ્ટાચારના આરોપોને લઇ ફરી એકવાર ગુજરાતના રાજકારણમાં ભારે ચકચાર મચી ગઇ છે.  જગતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાતના ૧૧ જિલ્લાઓમાં આદિવાસી વિસ્તારોમાં સ્થાનિક આદિવાસી પ્રજાના કલ્યાણ અને ઉત્કર્ષ માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર જે બજેટ ફાળવે છે તેનો ખરા અર્થમાં ઉપયોગ થતો નથી અને તેમાં મોટાપાયે ગંભીર ભ્રષ્ટાચાર આચરાય છે. આ ભ્રષ્ટાચારમાં મુખ્ય સૂત્રધાર તરીકેની ભૂમિકા બીજું કોઇ નહી પરંતુ ખુદ રાજયના વન મંત્રી ગણપત વસાવા ભજવી રહ્યા છે. મંત્રી વસાવાએ વિધાનસભા ૨૦૧૭ની ચૂંટણી સંદર્ભે જે સોગંદનામું રજૂ કર્યું હતું, તે જોતાં તેમની ભ્રષ્ટાચારની અને અપ્રમાણસર મિલ્કતની વિગતો સ્પષ્ટ થાય છે. મંત્રી વસાવાની કુલ આવક રૃ.૧.૭ કરોડની સામે રૃ.ત્રણ કરોડથી વધુની સંપતિ જણાઇ છે. મંત્રી વસાવાની કુલ સંપત્તિ રૃ.૭૭ કરોડથી પણ વધુની થવા જાય છે. જયારે બેનામી સંપત્તિ રૃ.૧૧૬ કરોડથી વધુની થવા જાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આમ આવક કરતાં વધુ અપ્રમાણસર મિલ્કત અને બેનામી સંપતિના પ્રકરણમાં મેં એસીબી, ઇન્મકટેક્ષ ડિપાર્ટમેન્ટ સહિતના સત્તાવાળાઓને મંત્રી ગણપત વસાવા, તેમના પત્ની નીલમબહેન, કોસંબા માંગરોળ ખાતે રહેતા રાકેશ રણજીત સોલંકી અને ગાંધીનગરના કનૈયાલાલ ગાંડાલાલ દેસાઇ વિરૃધ્ધ પ્રિવેન્શન ઓફ કરપ્શન એકટની કલમ- ૧૩(ઇ), ૧૩(૨) હેઠળ ગુનો દાખલ કરવા અને સમગ્ર મામલામાં ન્યાયિક તપાસ કરવા ઉગ્ર માંગણી કરી છે. ગુજરાત હાઇકોર્ટે પણ મારી ફરિયાદના મામલે યોગ્ય નિર્ણય લેવા ખુદ એસીબીના ડાયરેકટરને સ્પષ્ટ હુકમ કર્યો છે પરંતુ તેમછતાં એસીબી તરફથી કોઇ નિર્ણય નહી લેવાતાં અમે હવે ફરીથી હાઇકોર્ટના દ્વાર ખખડાવીશું.

Previous articleસિહોરમાંથી પાકીટ ચોર મહિલા ઝડપાઈ
Next articleમોનસુનમાં વિલંબ થતાં હવે ખેડૂત અને સરકાર ચિંતાતુર