મુખ્યમંત્રી મહેબૂબા મુફતી પદ પરથી રાજીનામુ આપશે
નવી દિલ્હીઃ બીજેપીએ જમ્મુ કાશ્મીર સરકારમાંથી પોતાનું સમર્થન અંતે પાછું ખેંચી લીધું છે. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે દિલ્હીમાં રાજ્યના મોટા પાર્ટી નેતાઓ સાથે બેઠક કરી હતી જે બાદ બીજેપીએ સમર્થન પાછું ખેંચી લેવાનો નિર્ણય લીધો છે. આજે સાંઝે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહબૂબા મુફ્તી પોતાના પદ પરથી રાજીનામું આપશે. આ પહેલાં જમ્મુ કાશ્મીરના મુદ્દે બીજેપીના અધ્યક્ષ અમિત શાહે એક બેઠક બોલાવી હતી આ બેઠકમાં હાજર રહેવા અમિત શાહે જમ્મુ કાશ્મીર સરકારમાં સામેલ પાર્ટીના તમામ મંત્રીઓ અને કેટલાંક શીર્ષ નેતાઓને દિલ્હી બોલાવ્યાં હતા તો આ બેઠક પહેલાં અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે પણ મુલાકાત કરી હતી.
ગઠબંધન પાછું ખેંચવાના નિર્ણયની જાહેરાત બાદ બીજેપી નેતા રામ માધવે કહ્યું કે, અમે ગૃહ મંત્રાલય, જમ્મુ કાશ્મીર સરકારના ત્રણ વર્ષના કામકાજ, તમામ એજન્સીઓની સલાહ લઈને આ નિર્ણય કર્યો છે. જે બાદ એવું નક્કી થયું કે બીજેપી પોતાનું સમર્થન પાછું ખેંચે છે. રામ માધવે કહ્યું કે ત્રણ વર્ષ પહેલાં જે જનાદેશ મળ્યું હતું, ત્યારે એવી પરિસ્થિતિઓ હતી કે ગઠબંધન થયું હતું. પરંતુ જે સ્થિતિ બનતી જતી હતી તેનાથી ગઠબંધન આગળ ચલાવવું મુશ્કેલ થઈ ગયું હતું. રામ માધવે કહ્યું કે જે મુદ્દાઓને લઈને સરકાર બની હતી તે તમામ વાતો પર ચર્ચા થઈ. છેલ્લાં કેટલાંક દિવસોમાં કાશ્મીરમાં સ્થિતિ ઘણી બગડી છે, જેના કારણે અમારે આ ફેંસલો લેવો પડ્યો છે. તેઓએ વધુમાં કહ્યું કે, સરકારના બે મુખ્ય લક્ષ્ય હતા. જેમાં શાંતિ અને વિકાસ સૌથી મહત્વનો ભાગ હતો. ત્રણ ભાગમાં વિકાસ કરવાનો હતો એટલા માટે અમે ગઠબંધન કર્યું હતું.
રામ માધવે જણાવ્યું કે આજે જે પરિસ્થિતિ બની છે જેનાથી મોટી સંખ્યામાં કાશ્મીર ઘાટીમાં આતંકવાદ વધ્યો છે. રેડિકલાઈઝેશન તેજીથી આગળ વધી રહ્યો છે. રામ માધવે કહ્યું કે જે સ્થિતિ બની રહી હતી તેનાથી ઘાટીમાં ફંડામેન્ટલ રાઈટ્સ ખતરામાં આવી રહ્યાં હતા. પત્રકાર શુજાત બુખારીની શ્રીનગરમાં હત્યા થાય છે. જે પરિસ્થિતિઓ બની હતી તેનાથી પ્રેસ ફ્રીડમ, ફ્રીડમ ઓફ સ્પીચ પર ખતરો ઊભો થયો હતો. તેઓએ કહ્યું કે જ્યાં સુધી કેન્દ્ર સરકારનો રોલ છે, કેન્દ્ર ત્રણ વર્ષ સુધી રાજ્યને પૂરી મદદ કરી. અનેક પ્રોજેક્ટ પણ લાગુ કરવામાં આવ્યા. રામ માધવે કહ્યું કે અમે શાંતિ સ્થાપિત કરવા માટે રમજાન માસમાં સીઝફાયર લાગુ કર્યું પરંતુ તે સમયગાળામાં શાંતિ સ્થાપિત ન થઈ શકી અને પરિસ્થિતિ વધુ વણસી હતી.
બીજેપી નેતાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે સુરક્ષા માટે કેન્દ્ર સરકારે પૂરો સહયોગ આપ્યો હતો. ગૃહમંત્રીએ સતત ઘાટીની મુલાકાત લીધી, તમામ સાથે વાતચીતનો પ્રયાસ કર્યો. તેઓએ કહ્યું કે અમે પાકિસ્તાનને સરહદ પારથી થતી પ્રવૃતિઓ પર રોક લગાવી, ૪ હજાર બંકર બનાવવામાં આવ્યા હતા. રામ માધવે કહ્યું કે, ભલે અમે સરકારમાં હતા પરંતુ મુખ્ય નેતૃત્વ બીજેપીના હાથમાં હતું. એટલે અમે આ પરિસ્થિતિઓન ે સંભાળવામાં સફળ ન રહ્યાં, અનેક મુદ્દે રાજ્ય સરકાર અસફળ રહી. ઘાટીમાં શાંતિ સ્થાપિત ન થઈ ઉપરાંત જમ્મુ અને લદ્દાખમાં પણ વિકાસ કાર્ય અટકેલું રહ્યું. જમ્મુ અને લદ્દાખની જનતા સાથે ભેદભાવ થયો. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ વચ્ચે આજે નવી દિલ્હી સ્થિત અમિત શાહના નિવાસ સ્થાને મુલાકાત થઈ.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ઘાટીમાં સુરક્ષાને ધ્યાનમાં લઈને આ મુલાકાત થઈ હોય શકે છે. આ બેઠક પહેલાં જમ્મુ કાશ્મીરના બીજેપી અધ્યક્ષ રવીન્દ્ર રૈનાએ નિવેદન આપ્યું હતું કે આ બેઠકમાં ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પર ચર્ચા થશે.
આ ઉપરાંત સંગઠન અંગે પણ વાતચીત થશે. તેઓએ કહ્યું કે આગામી ચૂંટણીમાં બીજેપીનો ઝ્રસ્ બનશે. તેઓએ વધુમાં જણાવ્યું કે કેન્દ્ર સરકાર સ્થિતિને નિયંત્રિત કરવા માટે અત્યારસુધી રાજ્યની મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની સલાહ પર જ પગલાં ભરતા રહ્યાં છે, તે પછી રમજાન દરમિયાન સીઝફાયર હોય કે અલગતાવાદી જૂથ હુર્રિયત કોન્ફરન્સ સાથે ચર્ચાં.
પરંતુ માનવામાં આવે છે કે મોદી સરકાર હવે કોઈપણ નિર્ણય બીજેપી મંત્રીઓની સલાહ વગર નથી લેવા માંગતી. પ્રાપ્ત થતી માહિત મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મુખ્ય ચિંતા અમરનાથ યાત્રા છે. મંત્રાલયને આશંકા છે કે આતંકીઓ અમરનાથ યાત્રિકોને નિશાના ન બનાવે. ત્યારે આ બેઠકમાં અમિત શાહ પાર્ટીઓના મંત્રીઓ પાસે જાણવા માગશે કે સ્થિતિમાં સુધારાની કોઈ શક્યતા છે કે પછી જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ કરવામાં આવે. સાથે જાણવા માગશે કે રાજ્યપાલ શાસન લાગુ થવાથી સત્તાધારી ઁડ્ઢઁના સંબંધ બીજેપીથી પ્રભાવિત તો નહીં થાયને ?