ધંધુકા તાલુકા પંચાયત આ અગાઉ કોંગ્રેસ સત્તા પર હતી. અઢી વર્ષ સુધીનો શાસનનો સમય પૂર્ણ થતા આજરોજ તા.૧૯-૬-ર૦૧૮ના રોજ નવા પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ તે સમયે કોંગ્રેસના પૂર્વ તાલુકા પ્રમુખ-ઉપપ્રમુખ અને અન્ય એક સભ્ય ગેરહાજર રહેતા કુલ ૧૩ મતમાંથી ૮ મત ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખ તરીકે દાવેદારી કરનારને મળતા ભાજપાએ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લઈ તાલુકા પંચાયતમાં ભગવો લહેરાવ્યો છે.
કોંગ્રેસ સામે બળવો કરનાર અને ગેરહાજર રહેનારા સભ્યોમાં જયાબેન અનિલભાઈ મકવાણા-પૂર્વ પ્રમુખ (કોંગ્રેસ), કાળુભાઈ વિરસંગભાઈ ધરજીયા ઉપપ્રમુખ, બળવંતસિંહ હમીરસિંહ ચુડાસમા-તાલુકા સદસ્ય-રોજકા તો વળી અન્ય એક કોંગ્રેસના સદસ્ય કે જેમણે ભાજપના નવા પ્રમુખ-ઉપપ્રમુખને ખુલ્લો મત આપ્યો. હંસાબેન કાળુભાઈ સોલંકી આમ કુલ કોંગ્રેસના ચાર સભ્યોએ પોતાના સ્વાર્થ ખાતર પોતાના પક્ષને વફાદાર ન રહી તોડ-જોડની નીતિને સપોર્ટ આપી ભાજપને પંચાયત પર ભગવો લહેરાવવામાં કોંગ્રેસના ચાર સભ્યોએ કમળને ખીલવ્યું હતું. ધંધુકા તાલુકા પંચાયતના નવા પ્રમુખ સુરેખાબા મહેન્દ્રસિંહ સોલંકી (ભાજપ), ઉપપ્રમુખ અર્જુનદેવસિંહ જયેન્દ્રસિંહ ચુડાસમા (ભાજપ) આમ ધંધુકા તાલુકા પંચાયતની ચૂંટણી યોજતા કોંગ્રેસ વામણી સાબીત થવા પામી હતી.