જાફરાબાદ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે રખમાઈબેન કવાડ ચૂંટાયા

1328

જાફરાબાદ તાલુકાની જનતામાં આજ ખુશીનો માહોલ તાલુકા પંચાયત પ્રમુખ પદની ચૂંટણીમાં પ્રમુખ તરીકે રખમાઈબેન ભીમભાઈ કવાડ અને કરણભાઈ બારૈયા ઉપપ્રમુખ પદે સર્વસંમતિથી ચૂંટાયા હતા.

જાફરાબાદ તાલુકા પંચાયતની આજે પ્રમુખ પદની ચૂંટણી અઢી વર્ષ પુરૂષ અઢી વર્ષ મહિલા પ્રમુખના લીગલી નિયમ મુજબ હાલના પ્રમુખ કરણભાઈ બારૈયાની કાર્યકાળ પૂર્ણ થતા હવેના અઢી વર્ષ મહિલા પ્રમુખ પદની આજે ચૂંટણી હોય ખૂબ જ ઈન્તેજારી બાદ મહિલા પ્રમુખ પદે નાગેશ્રી સીટ પરથી વિજેતા થયેલ. રખમાઈબેન ભીમભાઈ કવાડની સર્વાનુમતે વરણી તેમજ ઉપપ્રમુખ પદ જાફરાબાદ તાલુકાની કુલ ૧૬ તાલુકા પંચાયતની સીટ હોય તેમાં પરીણામ ૮ ભાજપ અને ૮ કોંગ્રેસ સદસ્યો વિજેતા બનેલ પણ માજી ધારાસભ્ય પ્રતાપભાઈ વરૂએ હીરાભાઈ સોલંકી સાથે બેઠક કરી સર્વસંમતિથી કરણભાઈ બારૈયા જ પ્રમુખ પદને શોભાવે તેવું વ્યક્તિત્વ ધરાવે છે અને તેને અઢી વર્ષ માટે પ્રમુખ પદે બિરાજમાન કરેલ અને કરણભાઈ પટેલે કોઈની પણ શેહશરમ રાખ્યા વિના તાલુકાના વિકાસના કામોને વેગ આપી સર્વ જનતાના હૃદયના હીરો બની ગયાથી આ ટર્મમાં સર્વસંમતિથી ફરીવાર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પદે નિયુક્તિ થતા તાલુકાભરની જનતામાં ખુશીનો માહોલ છવાયો છે તેમ છતાં ભાજપ પક્ષ આ બાબતે શું નિર્ણયો લે તે સમય બતાવશે.

Previous articleધંધુકા તા.પં.માં કોંગીના ૪ સભ્યોએ બળવો કરતા ભાજપે સત્તા આંચકી
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે