ભાવનગર મહાનગર પાલિકાના મેયર પદે, સ્ટે.કમિ., ચેરમેન, ડે.મેયર, નેતા અને દંડક તરીકે વરાયેલા મનભા મોરી, ડે.અશોકભાઈ બારૈયા, ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, નેતા પરેશ પંડયા અને દંડક જલ્વીકાબેન ગોંડલીયા આજે ગાંધીનગર જઈને પાર્ટી પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાદ્યાણી ધારાસભ્ય વિભાવરીબેન દવે, મુંખ્યમંત્રી રૂપાણી વિગેરેને મળીને આભારની લાગણી વ્યકત કરી હતી.
જયારે સેવા સદનમાં આજે આરોગ્ય કમિટી ચેરમેન રાજુભાઈ રાબડીયા, લીંગલ કમિટી ચેરપર્સન ભારતિબેન બારૈયા, ટાઉન પ્લાનિંગ કમિટી ચેરમેન કિશોરભાઈ ગુરૂમુખાણી, સોશ્યલ વેલ્ફેર કમિટી ચેરપર્સન દિવ્યાબેન વ્યાસ અને બાંધકામ કમિટી ચેરમેન રાજુભાઈ પંડયા ગાર્ડન કમિટી ચેરમેન ડી.ડી.ગોહિલે કમિટીના હોદ્દાગ્રહણ કરી કમિટીની કામગીરી શરૂ કરી છે. આજે સેવા સદન ખાતે મોટા ભાગના નગરસેવકોની પાંખી હાજરી જોવા મળી હતી. જો કે, સેવા સદન ખાતે સેવકોની સતત હાજરી અને પ્રજાકિય કામગીરીમાં કાર્યરત હોય તેવા નગરસેવકોનો અભાવ જોવા મળેલ છે. આમ સેવા સદનનું વાતાવરણ ચુસ્ત નિરસ રહયુ હતુ.
તેના કારણમાં પદાધિકારીઓની વરણીમાં કેટલાંક નગરસેવકોને પરમોશન મળ્યુ હોય તે રીતે ઉપર મોકલાયા હતા જયારે કેટલાંક નગરસેવકોને હોદ્દાથી દુર રાખવા પ્રયાસો સામે સેવકગણમાં નારાજગીની વાતો આજે પણ સાંભળવા મળી હતી. જો કે, કેટલાંક નગરસેવકો આવી વાતો મુંગા મોઢે સહન કરી રહયાની એક નગરસેવકે વાત વાતમાં કહી તી. તો બીજી બાજુ મ્યુ.કોર્પો.કોંગી પક્ષમાં નેતા પદની વરણી માટે ૧૮ કોંગી નગરસેવકોમા ભારે દોડધામ થતી જોવા મળેલ છે. કોંગીના નેતા કોણ બને તેની કેટલાંક નગરસેવકોએ પ્રદેશ કોંગ્રેસ પાસે રજુઆતનો દોર ચલાવી રજુઆતો કરી છે, હવે પ્રદેશ કોંગ્રેસ કોને નેતા બનાવ તેના પર પાર્ટી નગરસેવકોની મીટ માંડીને બેઠા છે. આ નેતા પદ માટે કેટલાંક નામોની વાતો ચાલે છે. તેમાં જયદિપસિંહ ગોહિલ રીપીટ થાય તેવી વાત અને અન્ય નામોમાં રહિમ કુરેશી, હિમત મેણીયા, જીતુભાઈ સોલંકી, કાંતિભાઈ ગોહિલ, દ્યનશ્યામભાઈ ચુડાસમા અને પારૂલબેન ત્રિવેદીના નામોની ચર્ચાઓ થઈ રહી છે.