રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ પદની યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપ આમને સામને તોડ જોડ થતાં થયેલ હોબાળો પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલ ચૂંટણીમાં તોડજોછડ કરી ભાજપ પાસેથી કોંગ્રેસે પંચાયત આચકી લીધી ભાજપ પરિવાર નારાજ કોંગ્રેસમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.
રાજુલા તાલુકા પંચાયત જે અઢી વર્ષ ભાજપનું શાસન તાલુકા પ્રમુખ પદે વલ્કુભાઈ બોસનો કાર્યકાળ પુરો થતા અઢી વર્ષ મહિલા પ્રમુખપદની આજે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપ પક્ષ આમને સામને આવી જઈ થયેલ હોબાળો પીઆઈ યુ.ડી.જાડેજાના કડક બંદોબસ્તથી મામલો શાંત પડ્યો અને કોંગ્રેસ પક્ષે ભાજપના સદસ્યતા ગીતાબહેન જગુભાઈ ધાખડાને ઉપપ્રમુખ પદ આપી તોડજોડથી ભાજપના ત્રણ બળવાખોર સભ્યો કોંગ્રેસમાં આવી જતા રાજુલા તાલુકા પંચાયત પર કબ્ઝો જમાવ્યો પ્રમુખ તરીકે બચીબેન બળવંતભાઈ લાડુમરો નવ નિયુકત થયેલ જેને ચૂંટણી અધિકારી એન.પી. ત્રિવ્દી જાહેર કરેલ તેમજ આ બાબતે ભાજપના ૯ અને કોંગ્રેસના ૩ કાર્યકરોએ ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડતા થયેલ હંગામાથી પી.આઈ. યુ.ડી. જાડેજા તેમજ પોલીસ દ્વારા ૧રની અટકાયત કરેલ અને કડક બંદોબસ્ત વચ્ચે ચૂંટણી યોજાયેલ જેમાં જાહેરનામાં મુજબ ચૂંટણી મથકથી બહાર હજારોની જનમેદની ઉમટી પડેલ અને આખરે કોંગ્રેસ તોડજોડ કરી ભાજપ પાસેથી તાલુકા પંચાયત આચકવામાં સફળતા મળેલ. આ બાબતે ધારાસભ્ય અંબરીષભાઈ ડેર કોંગ્રેસના આગેવાન બાબુભાઈ રામ કુનેહ પુર્વક કોંગ્રેસને સફળતા મળેલ.