જાફરાબાદના ભટવદર ગામે નાગપાલબાપુ વરૂ પરિવારના સંત શિરોમણી પૂ.બાળકદાસબાપુના આશ્રમે મથુરેશ્વર-ર મહાદેવ મંદિરના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત સપ્તાહમાં ભાવિકોનો માનવ મહેરામણ ઉમટી રહ્યો છે.
ભાગવત જ્ઞાનગંગાના વક્તા રણછોડભાઈ આચાર્ય દ્વારા માનવ મેદનીમાં કાઠી ક્ષત્રિયોના વિશેષ હાજરી અને મુખ્ય યજમાન છતડીયા ગામના સાગરભાઈ તથા સહ યજમાન રૂા.૭૧ હજારના ભાગવત કથામાં દાતા બની પૂણ્યનું ભાથુ બાંધેલ તેવા ભરતભાઈ બોરીચાને અભિનંદન આપતા સમસ્ત ક્ષત્રિયોને માર્મિક ટકોર કરતા શાસ્ત્રીજીએ ચાબખો વિંજતા કહેલ કે, ગૌ બ્રાહ્મણ પ્રતિપાળનું બિરૂદ ક્ષત્રિયોને લાગ્યું છે. જેમ ક્ષત્રિયો એ કુળગુરૂ, કુળ બારોટ અને કુળ ગોરને ન ભુલવા જોઈએ જે ભારતીય સંસ્કૃતિના રખેવાળ છે અને સંસ્કૃતિને ટકાવવા આ ત્રણેયે પોતાના માથાના બલીદાનો આપતા અચકાતા નથી તેના અનેક દાખલાઓ ઈતિહાસના પાને સુવર્ણ અક્ષરે કંડારાયેલ છે. ભજન અને ભોજન મહાપ્રસાદની લહેરૂ લૂંટાઈ રહી છે.