વેરાવળમાં મહોરમ પર્વની મુસ્લીમ બિરાદરો દ્વારા મહોરમ પર્વની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગઇકાલે સમાજના લોકો અને કમિટીઓ દ્વારા બનાવેલા કલાત્મક ,કાગળ, રંગો, રંગીન પટી સહિતથી બનાવેલા તાજીયાઓ પડમાં આવ્યા બાદ આજે બપોરે ૪ કલાકે ભવ્ય તાજીયા ઝુલુસ યા હુસેનના નારા સાથે નિકળ્યુ હતું. ૧૦૦ જેટલા નાના મોટા તાજીયા અને બીજા માનતાવાળા તાજીયાઓ સાથે ઝુલુસ રાજમાર્ગો પર ફરી દરિયા કાંઠે પહોંચ્યુ હતું જ્યાં તાજીયા ટાઢા થયા હતા. સમસ્ત મુસ્લીમ સમાજના પ્રમુખ ગફારભાઇ ચાંચીયા સહિત મુસ્લીમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહૃાા હતા. ઝુલુસનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યુ હતું.