સિંહની સતામણી કરનારને ૭ વર્ષ જેલ-દંડની સજા થશે

1073

રાજ્યમાં ગીર જંગલમાં વસતાં એશિયાટિક સિંહો દેશભરનું ગૌરવ છે ત્યારે તાજેતરમાં સિંહોની પજવણીના મામલાઓ સામે આતાં રાજ્ય સરકાર દ્વારા એવી પજવણી કરનારાઓને જેલની સજા અને દંડની જોગવાઇ કરવામાં આવી છે.વનપ્રધાન ગણપતસિંહ વસાવાએ બોલાવેલી પ્રેસમાં આ જાહેરાત કરવામાં આવી હતી. હવેથી સિંહોની પજવણી કરનારને સાત વર્ષની જેલ અને દંડની સજા કરવામાં આવશે. સિંહોના પરિભ્રમણના તમામ વિસ્તારોમાં આ જોગવાઇ લાગુ પાડવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે સિંહોને કારની આગળ આગળ દોડાવવાનો અને મરઘીને લાલચ આપી હેરાનગતિ કરાયાંના વિડીયો વાઇરલ થયાં હતાં જેને લઇને સિંહપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને રાજ્ય સરકાર દ્વારા આવા તત્વોને ડામવા માટે કડક પગલાં ભરવાની માગણી ઊઠી હતી.

Previous articleમેયર, ડે.મેયર, ચેરમેન, નેતા અને દંડક આગેવાનોનો આભાર માનવા ગાંધીનગર ગયા
Next articleઇન્ડિગોની ફલાઇટમાં રહેલ યાત્રીઓનો સહેજમાં બચાવ