બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રભાતભાઈ યાદવ અને ઉપપ્રમુખ નઝમાબેન મકસુદ ભાઈ શાહાની અઢી વર્ષની ર્ટમ અગામી તા.૨૧ મેં એ પુરી થતી હોય તેમજ નવા મહિલા પ્રમુખ જનરલ કેટેગરીનાં બનાવવાનું જાહેરનામું બહાર પડતાં જિલ્લા પંચાયત ના પ્રમુખ માટે મહિલાઓ વચ્ચે જગ જામ્યો હતો. કોગ્રેસ પંક્ષમાથી પ્રમુખ તરીકે વંસત બેન હરજીભાઇ વાનાણી અને ઉપપ્રમુખ તરીકે હિંમત ભાઇ કાળુભાઈ કટારીયા એ ઉમેદવારી ફોર્મ ભર્યું હતુ. જ્યારે પક્ષ દ્વારા મેન્ટેડ આપી દીધાં હોવા છતાં કોગ્રેસ પાર્ટી વિરૂધ્ધ કોગ્રેસ ના સભ્ય વર્ષાબેન રાજેશ ભાઇ ગોટી એ પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે મનીષભાઈ વાલજીભાઈ ખટાણા એ અપક્ષ મા ફોમ ભરીને દાવેદારી નોધાવી હતીં. બોટાદ જિલ્લા પંચાયત માં કોગ્રેસ ના ૨૦ માંથી ૧૮ સભ્યો ની બહુમતી હોવાં છતાં બે લોકોએ કરેલી દાવેદારી માં ધારાસભ્ય અને પ્રભારી દ્રારા સમજાવટ કરવામાં આવતાં મામલો થાળે પડ્યો હતો. અને બોટાદ જિલ્લા પંચાયત માં કોગ્રેસે સત્તા મેળવી હતી. અને પ્રમુખ પદે વસંત બેન હરજીભાઇ વાનાણી અને ઉપપ્રમુખ તરીકે હિંમત ભાઇ કાળુભાઈ કટારીયા ચૂંટાઈ આવ્યા હતા.