આજે રાજકોટ બારોટ સમાજ દ્વારા આયોજીત બારોટ વંદના જે ગુજરાત રાજ્ય સંગીત અકાદમીના સહયોગથી થઈ રહેલ તા.ર૧ના રાત્રે ૯ાા કલાકે બારોટ સમાજમાં સૌપ્રથમવાર બારોટ વંદના કાર્યક્રમને વધાવવા ગુજરાતભરના નામાંકિત કલાકારો જેમાં સંતવાણી આરાધક લખમણબાપુ બારોટ, ઉમેશ બારોટ (હાલોલ), બીરજુ બારોટ, જીગ્નેશ કવિરાજ, કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહિર, રાજભા ગઢવી, રાજેશ બારોટ અમદાવાદ, નિરવ બારોટ, ધમભા બારોટ (રાજુલા) સહિત ખ્યાતનામ વિશેષ કલાકારો બારોટ સમાજના ઉભરતા કલાકારોને નવું પ્લેટફોર્મ તેમજ બારોટ સમાજની વિશેષ પ્રગતિને પ્રોત્સાહિત કરવા ખાસ હાજરી આપશે. રાજકોટ દ્વારા તેમજ સંસ્કૃતિ સમિતિના નિરવ બારોટ, અનિરૂધ્ધભાઈ બારોટ, રાજેશભાઈ બારોટ (અમદાવાદ), ટીણાભાઈ બારોટ, ધમભા બારોટ (રાજુલા), સાગરભાઈ બારોટ-તળાજા, જયપાલ બારોટ (સુરત), હિતેશભાઈ બારોટ (ચોટીલા) અને રાજભા બારોટ (કચ્છ) જે આજથી રાજકોટ બારોટ સમાજ તેમજ બારોટ વંદનાની સાંસ્કૃતિક સમિતિ દ્વારા તડામાર તૈયારી કરાઈ રહી છે. જેનું કાર્યક્રમ સ્થળ રાજકોટ કોઠારીયા રોડ સ્વામીનારાયણ જુનુ મંદિરે ખ્યાતનામ કલાકારો તેમજ બારોટ સમાજ તમામ જિલ્લા-તાલુકા અને ગ્રામ્ય વિસ્તારથી બારોટ સમાજ માનવ મહેરામણ ઉભરાશે.