રાજુલા તાલુકાના ઉચૈયા ગામે કાઠી ક્ષત્રિયો દ્વારા ક્ષત્રિયોનો તહેવાર દશેરા તલવાર (શક્તિ) કીરપાણ કટારી બિરછી સહિત ધર્મરક્ષા માટે દરેક હથિયારોનું શસ્ત્રપૂજન વિધિપૂર્વક મહાયજ્ઞ સાથે કરાયું હતું.
રાજુલા તાલુકાના ઉચૈયા ગામે કાઠી ક્ષત્રિયો દ્વારા મુળભુત વંશ પરંપરાગત ઉજવાતો ક્ષત્રિયોનો જ તહેવાર દશેરા મહાપર્વની ઉજવણી શસ્ત્રપૂજન સાથે વિધિપૂર્વક મહાયજ્ઞ દ્વારા સરપંચ પ્રતાપભાઈ બેપારીયા, ઉપસરપંચ દિલુભાઈ જૈયતાભાઈ ધાખડા, ભુપત મધુભાઈ ધાખડા, ઓઢાભાઈ બોપરીયા તથા ગામ આગેવાનો ચંપુભાઈ દાદાભાઈ ધાખડા, જોરૂભાઈ ધાખડા, રાવતભાઈ ધાખડા, દિલુભાઈ મેરામભાઈ ધાખડા, પૂજારીબાપુ દલપતબાપુ સહિત આગેવાનો મળી શસ્ત્રપૂજન તથા સરપંચની વિશેષ કામગીરીમાં પ૦ યુવાનોને વ્યસનમુક્તિમાં જોડી વ્યસનમુક્તિ માં ભવાની તલવારની સાક્ષીએ પ૦ યુવાનોએ સદાયના માટે કુવ્યસનોને તિલાંજલી અર્પી શસ્ત્રપૂજનના કાર્યક્રમને સાર્થક બનાવ્યો હતો.