બરવાળા તાલુકા પં. કોગ્રેસ પાસેથી ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી

1365

બરવાળા ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી નશીમબેન મોદન (પ્રાંત અધિકારી-બરવાળા), વી.આર. મકવાણા (તાલુકા વિકાસ અધિકારી બરવાળા)ની અધ્યક્ષતામાં તા.ર૦/૬/ર૦૧૮ ના રોજ સવારના ૧૧ઃ૦૦ કલાકે તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં યોજવામાં આવી હતી જેમાં ભારતીય જનતા પાર્ટી તેમજ કોંગે્રસના આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

બરવાળા તાલુકા પંચાયત કોંગ્રેસ પાસેથી આંચકી લઈ ભાજપે ભગવો લહેરાવ્યો બરવાળા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષ ૯ સભ્યો તેમજ ભાજપના ૭ સભ્યો મળી કુલ ૧૬ તાલુકા સદસ્ય ચુંટાયેલ હતા.તાલુકા પંચાયત ઉપર ગત અઢી વર્ષની ટર્મમાં કોંગ્રેસના પ્રમુખ-ઉપ પ્રમુખ હતા જયારે તા.ર૦/૬/ર૦૧૮ ના રોજ પ્રમુખ-ઉપ પ્રમુખની ચુંટણી યોજવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે ભાજપના વીરેન્દ્રભાઈ જોરૂભાઈ ખાચર(સાળંગપુર સીટ) સામે કોગે્રસના પ્રવિણભાઈ રૂપાભાઈ સરવૈયા (ચોકડી સીટ) ના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જયારે ઉપ પ્રમુખ તરીકે ભાજપના હંસાબેન ભરતભાઈ મેર(કાપડીયાળી સીટ) સામે કોંગ્રેસના લીલાબેન વિઠલભાઈ બાવળીયા(ખાંભડા સીટ) ના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.ઉમેદવારી ફોર્મ રજુ કરી ચુંટણી યોજવામાં આવતા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉમેદવાર વિરેન્દ્રભાઈ જોરૂભાઈ ખાચરને ૧૦ મત મળ્યા હતા જયારે કોંગ્રેસના પ્રવિણભાઈ રૂપાભાઈ સરવૈયાને ૬ મત મળ્યા હતા.ભાજપના ઉમેદવારને વધારે મત મળતા પ્રમુખ તરીકે વિરેન્દ્રભાઈ જોરૂભાઈ ખાચરને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.આમ કોંગ્રેસ પાસે રહેલી તાલુકા પંચાયત ઉપર ભાજપે કબજો કર્યો હતો. બરવાળા તાલુકા પંચાયત ઉપર ભાજપનો ભગવો લહેરાતા કાર્યકર્તાઓ તેમજ આગેવાનોમાં અનેરા આનંદ સાથે હર્ષની લાગણી પ્રસરી ગઈ હતી.

Previous articleબારોટ સમાજ સદસ્યતા અભિયાનને ભારે સફળતા
Next articleપિલગાર્ડનમાંથી અજાણ્યા વૃધ્ધની લાશ મળી