ર૦ મોબાઈલ ટાવરો સીલ

1141

ભાવનગર શહેરના જુદા-જુદા વિસ્તારોમાં આવેલા મોબાઈલ ટાવરોની વેરાની રકમો સેવા સદનને ન ભરાતા ર૦ જેટલા મોબાઈલ ટાવરોને સેવા સદને સીલ મારી કાનુની કાર્યવાહી હાથ ધરી છે. આ ટાવરો પાસે લાંબા સમયથી સેવા સદનની ટેકસની કેટલીક રકમો બાકી છે તે બાકી રકમો ભરી જવા મોબાઈલ ટાવરોના સંચાલકોને નોટીસો અને કડક સુચના આપવા છતા રકમો ન ભરતા છેવટે સેવા સદને કંટાળીને આ મોબાઈલ ટાવરોને સીલ મારી દિધા છે. આ ટાવર કંપનીઓને આખરી નોટીસો દેવાય હતી. જયારે શહેરની સાતેક જેટલી મોટી મિલ્કતોનો ટેકસ ભરાતા આવી સાતેક મિલ્કતોને હરાજીની પ્રક્રિયા પણ સેવા સદને હાથ ધરી છે. આવી મિલ્કતો પાસે ૪૦ લાખ કરતા વધુ રકમોનો ટેકસ લાંબા વખતથી બાકી નિકળે છે. આમાં શો રૂમ, ઓફિસો, દુકાનોનો સમાવેશ થાય છે. કમિશ્નર ગાંધીની સુચનાથી બાકી ટેકસ વસુલવા તંત્ર દ્વારા સદ્યન કડકાઈ ભરી કામગીરી શરૂ કરતા લોકોમાં ભારે ફફડાટ ઉભો થઈ જવા પામ્યો છે.

Previous articleસોનગઢમાં બાહુબલીની પ્રતિમાનું આરોહણ
Next articleજિલ્લાની 5-5 તા.પં.માં કોંગ્રેસ-ભાજપને સત્તા