જિલ્લાની 5-5 તા.પં.માં કોંગ્રેસ-ભાજપને સત્તા

2226

ભાવનગર જિલ્લાની ૧૦ તાલુકા પંચાયતના પ્રમુખ- ઉપપ્રમુખની ચૂંટણી આજે યોજાઈ હતી. જેમાં ભાજપ અને કોંગ્રેસ પાંચ પાંચ તાલુકામાં સત્તા પર આવ્યું છે. તેમાં ભાવનગર ઉપરાંત તળાજા, મહુવા, જેસર અને પાલિતાણા તાલુકા પંચાયતમાં ભાજપ અને ઘોઘા, ગારિયાધાર, સીહોર,વલ્લભીપુર અને  ઉમરાળામાં કોંગ્રેસ સત્તા ઉપર આવી હતી.

ઘોઘા તાલુકા પંચાયતમાં ભાજપના દિગ્ગજ નેતાઓ પટમાં ઉતર્યા હોવા છતા અપેક્ષા મુજબ તથા ધારણા અનુસાર પરિણામ લાવી શકયા ન હતાં.

ઘોઘા તા.પં.માં ૧૮ સભ્યો પૈકી ૧ર મત કોંગ્રેસને પ્રાપ્ત થતાં પ્રમુખ તરીકે સંજયસિંહ ગોહિલ (માલપર) તથા  ઉપપ્રમુખ તરીકે જાગૃતિબેન ગોહિલએ સત્તા સંભાળી છે. કોંગ્રેસની જીત તથા સમગ્ર વ્યુહ રચના ગોઠવવામાં રૈવતસિંહ ગોહિલ તથા ટીમએ નોંધપાત્ર યોગદાન પ્રદાન કર્યુ હતું.

તળાજા તાલુકા પંચાયતમાં ભાજપ સત્તારૂઢ તળાજા તાલુકા પંચાયતમાં બે બેઠકના જોરે કોગ્રેસ શાસન ચલાવી રહી હતી. પરંતુ ભાજપએ ચૂંટણી પુર્વે આયોજન ગોઠવી કોંગ્રેસના ત્રણ સભ્યોનો પોતાના તરફ ખેચી લેતા કોંગ્રેસે સત્તા ગુમાવી છે. તળાજા તા.પં.માં પ્રમુખ પદે આશાબેન ચંદુભાઈ મકવાણા – મણાર તથા ઉપપ્રમુખ પદ માટે ગીતાબા શકિતસિંહ ગોહિલ જસપરા, માંડવાને સત્તાની ધુરા સોંપી છે. આમ તળાજા તાલુકા પંચાયતમાં ભાજપે ગુમાવેલા વર્ચસ્વ પુનઃ હસ્તગત કરી છે.

વલભીપુરમાં કોંગ્રેસે આબરૂ જાળવી રાખી હતી. વલ્લીભપુર તાલુકા પંચાયતમાં ચૂંટણી પૂર્વે કોંગ્રેસે પાળ બાંધી લીધી હતી. અને કોઈપણ સભ્ય નાછુટકે તેવી ગોઠવણ કરી હતી જેનું પરિણામ પણ મળ્યું છે. વલ્લભીપુર તાલુકા પંચાયતમાં બહુમતીના જોરે પોતાની લાજ આબરૂ યથાવત રાખી છે. એ જ રીતે ઉમરાળા તાલુકા પંચાયતમાં પણ ભાજપની કોઈ કારી ફાવી નથી તમામ વ્યુહ રચનાઓ એળે ગઈ હતી. અને પોતાની સીટ ટકાવી રાખી છે.

મહુવા તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ર સદ્દભાવના પાર્ટીના ૧ કળી મુલ ૩ સભ્યો ગેરહાજર રહેતા ભાજપે બહુમતીના જોરે દુલાભાઈ ઓધડભાઈ ભાલીયાને પ્રમુખ તથા નવીનભાઈ નગવડીયાને ઉપપ્રમુખ પદે નવાજવામાં આવ્યા છે. સિહોર તાલુકા પંચાયતમાં ભાજપનો ખેલ ઉંધો પડ્યો સિહોર તાલુકા પંચાયતનો તખ્તો પલટાયો છેલ્લા અઢી વર્ષથી સત્તારૂઢ ભાજપના સભ્યોને કોંગ્રેસે કારમો પરાજય આપી પ્રમુખપદે ઈલાબેન ગોહિલ તથા ગોકુળભાઈ આલને ઉપપ્રમુખ પદે નિર્ધારીત કરવામાં આવ્યા છે.

પાલિતાણા તાલુકા પંચાયતમાં ભાજપનો જુગાર સફળ રહ્યો હતો. જેમાં પ્રમુખ, ઉપપ્રમુખની અઢી વર્ષની ટર્મ પુર્ણ થતા નવા પ્રમુખ, ઉપપ્રમુખની આજે થયેલ ચૂંટણીમાં ર૦ સભ્યની તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ પદના ઉમેદવાર ગોરધનભાઈ ગોટી ઉપપ્રમુખ ગોપાભાલઈ વાઘેલાને ભાજપના ૮ સભ્યો તેમજ કોંગ્રેસના ૩ સભ્યોએ ભાજપ તરફી મતદાન થતા કુલ ૧૧ મત મળેલ જયારે કોંગ્રેસના આશાબેન અશોકભાઈ બારૈયાને પ્રમુખ પદ માટે વિઠ્ઠલભાઈ નરશીભાઈ બારૈયા ઉપપ્રમુખપદ માટે કોંગ્રેસના ૮ સભ્યો અપક્ષ ૧ કુલ મળીને ૯ મતો પ્રાપ્ત થયેલ હતાં. કોંગ્રેસના ત્રણ બળવાખોરમાં ગત અઢી વર્ષ પ્રમુખ, ઉપપ્રમુખપદ ભોગવી ચુકેલ શારદાબેન પ્રેમજીભાઈ વાઢેર, ગોરધનભાઈ ગોરીએ ભાજપ સાથે હાથ મેળવ્યો તદ્દઉપરાંત કોંગ્રેસના ચંપાબેન મથુરભાઈ વાઘેલાએ ભાજપ તરફી મતદાન કરતા ભાજપસતા મેળવવામાં સફળ રહી હતી.

બીજી બાજુ પ્રવિણભાઈ રાઠોડના જણાવ્યા અનુસાર ત્રણેય બળવાખોરને સસ્પેન્ડ કરી આપવામાં આવેલ છે. જેસર તાલુકા પંચાયતમાં ભાજપના લીલીબેન મગનભાઈ સોલંકી પ્રમુખ તરીકે તથા ઉપપ્રમુખ તરીકે જીતેન્દ્રસિંહ ચંદુભા સરવૈયા ચુંટાયા હતાં.

ગારિયાધાર તા.પં.ની પ્રમુખ ઉપપ્રમુખની ટર્મ પુર્ણ થતા નવા પ્રમુખ, ઉપપ્રમુખનો હોદ્દા માટે ગત દિવસે ફોર્મ રજુ કરવાનો દિવસ માત્ર ર ફોર્મ પ્રમુખ ઉપપ્રમુખની દાવેદારીના કોંગ્રેસ તરફથી રજુ થયેલ. જેમાં પ્રમુખ માટે દેવકુંવરબેન બાબુભાઈ વિરાણી તેમજ ઉપપ્રમુખ માટે કનુભાઈ નાગભાઈ સાંડસુર દ્વારા દાવેદારી કરવામાં આવી, જયારે સામા પક્ષે ભાજપા દ્વારા તેમજ અન્ય કોઈ દાવેદારી ન થતા બન્ને ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા અને આજરોજ તેમના દ્વારા હોદ્દાઓ સંભાળવામાં આવ્યા હતાં.

ભાવનગર તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે ભાજપના બચુબેન રઘુભાઈ ગોહિલ અને ઉપપ્રમુખ પદે ગવુબેન માણસુરભાઈ હરકટ ચૂંટાયા તાં. જયારે ઉમરાળા તા.પં.માં પ્રમુખ તરીકે વસંતબેન ખેરાળા, ઉપપ્રમુખ તરીકે ઘનશ્યામભાઈ મોતીસરીયા કોંગ્રેસમાંથી ચૂંટાયા હતાં.

 

સિહોરના અપક્ષ મહિલા પહેલા ભાજપ અને હવે કોંગ્રેસમાંથી પ્રમુખ બન્યા

સિહોર તાલુકા પંચાયતમાં ભાજપના સ્ભ્યો ૯ તથા કોંગ્રેસના સભ્યો પણ ૯ અને બે અપક્ષ ઉમેદવારો મળી કુલ સંખ્યા ર૦ની છે. અઢી વર્ષ પુર્વે અપક્ષ ઉમેદવાર તથા રાજપરા બેઠક પરથી આવતા ઈલાબા જયદેવસિંહ ગોહિલ વિજેતા થતા ભાજપે પ્રમુખ પદની ઓફર કરી પોતાના પક્ષમાં સમાવી લેવાયા હતાં અને ભાજપે પોતાની સત્તા તા.પં.માં જમાવી હતી. બરાબર અઢી વર્ષનો કાર્યકાળ સમાપ્ત થતા હાલ કોંગ્રેસે પુર્વ ભાજપે ખલેલ કાર્ડ સાથે ઈલાબાને પ્રમુખ પદની ઓફર સાથે પ્રમાટ કરતા પ્રમુખ પદ પુનઃ તેમને પ્રાપ્ત થયું હતું. ઈલાબા રાજપરા બેઠક પરથી આવે છે અને એક અપક્ષ ઉમેદવાર તરીકે સળંગ પાંચ વર્ષની ટૃમ પુરી કરી પ્રમુખ પદ સંભાળશે આવી ઘટના જિલ્લાની કોઈ પણ તા.પં.માં ઘટાવ પામી નથી.

Previous articleર૦ મોબાઈલ ટાવરો સીલ
Next articleભાવનગર જિ.પં. : કોંગ્રેસ પાસેથી ભાજપે સત્તા છીનવી