ભાવનગર મહાનગર પાલિકામાં ભળેલા નવા પાંચ ગામો તરસમીયા, નારી, સિદસર, અકવાડા અને રૂવા ગામમાં ઝડપભેર પાણી અને ડ્રેનેજની સુવિધાઓ આપવા રાજય સરકારે જયારે ડીપીઆર મંજુર કરી દીધા છે ત્યારે તંત્ર દ્વારા ટેન્ડરોની પ્રક્રિયા ઝડપભેર પુર્ણ કરવી જોઈએ.
ભાવનગર મહાનગર પાલિકા ભાજપ પાર્ટીના નેતા પરેશ પંડયાએ આજે સેવા સદન ખાતે યોજના વિભાગને અમૃત યોજના તળેની કામગીરી ત્વરીત ચાલુ કરવા અને ચોમાસા પહેલા આ કામગીરી પૂર્ણ કરવાની તંત્રને જરૂરી સુચનાઓ આપી છે. સેવા સદન ખાતે પંડયાએ પત્રકારો જોડે ટુંકી વાત ચીત કરતા જણાવ્યું હતુ કે, સરકારે અમૃત યોજના તળે જયારે બંન્ને યોજનાના કામ માટે કરોડોની રકમ ફાળવી છે, ત્યારે પ્રજાલક્ષી આ કામને પ્રાધાન્યતા આપવા જણાવતા તેમણે આ પાંચે ગામ માટેની ડ્રેનેજ યોજના તળે ૧૧૦ કરોડ જયારે પાણી માટેની લાઈનો માટે ૧૮ કરોડ ૯પ લાખ જેવી રકમ મંજુર કરી છે ત્યારે આવી પ્રાથમિક સુવિધા તાત્કાલીક લોકોને મળે તે માટે તંત્રે જાગૃતિ પુર્વક કામગીરી ચાલુ કરી તેને તાકિદ પૂર્ણ કરવાની પંડયાએ તંત્ર અધિકારીને જરૂરી સુચનાઓ આપી છે. તેમણે તંત્રને એવી પણ વાત જણાવી કે આ અંગેનો ડીપીઆર પણ પાસ થયેલો છે ત્યારે કામગીરી તેજગતિએ તાત્કાલીક શરૂ કરવાની સુચના આપી છે. વિભાગીય અધિકારીએ આ કામગીરીનો ટુંક સમયમાં પ્રારંભ કરી દેવાની વાત પણ જણાવી છે.