પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિધ્યાલય, સેકટર-૨૮, ગાંધીનગર દ્વારા રાજયોગિની કૈલાશદીદીની અધ્યક્ષતા આજે વિશ્વયોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત ગાંધીનગર સેકટર-૨૮, શિવશક્તિ ભવન ખાતે આવેલ ‘પીસપાર્ક’માં સદગુરુવારના પવિત્ર દિવસની વહેલી સવારે રાજયોગના નિયમિત અભ્યાસ બાદ વિશ્વ યોગ દિવસ નિમિત્તે પરમપિતા શિવ પરમાત્માને વિશેષ ભોગ ધરાવવામાં આવેલ. તતપશ્ચયાત ભારત ભૂમિ પર સ્વર્ગિય દુનિયાની પુનઃ સ્થાપના કરવા જ્ઞાનસાગર શિવબાબાએ બ્રહ્મા મુખકમલ દ્વારા ઉચ્ચારેલ સત્ય ગીતાજ્ઞાનના મહાવાક્યો- ‘મુરલી’ ક્લાસનો સૌએ આનંદ લઈ ઇશ્વરીય શક્તિથી ભરપૂર થયેલ.
ત્યારબાદ નિયત કાર્યક્રમ મુજબ આદરણીય કૈલાશ દીદી, ગાંધીનગરના કોર્પોરેટર ભગિની હર્ષાબા ધાંધલ, કેપિટલ વર્તમાન દૈનિકના તંત્રી અને કેપિટલ ઓફસેટ્સના માલિક ભ્રાતા રમેશભાઈ પટેલ, બી.કે. ક્રુપલબેન, બી.કે.ટીનાબેન, બી.કે. પારૂલબેન, બી.કે. હિરલબેન અને બી.કે.રાનીબેનની ઉપસ્થિતિમાં યોગ ટ્રૈનર ભ્રાતા દર્શનભાઈ ઠાકરે સૌને નિયત થયેલ યોગ પ્રોટોકોલ પ્રમાણે યોગાભ્યાસ કરાવેલ. જેનો ઉપસ્થિત સૌએ ખુશી ખુશીથી લાભ લીધેલ અને આ યોગાભ્યાસ હવે પછી પણ નિરંતર કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ.