જિલ્લાકક્ષાના વિજ્ઞાન મેળામાં મહુવા શાળા નં.૬ની કૃતિ રજૂ

2493
bvn2102017-7.jpg

બગદાણા મુકામે યોજાયેલ ભાવનગર જિલ્લાના જિલ્લાકક્ષાના વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શનમાં મહુવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ત્રિ.વૃ. પારેખ પ્રા. શાળા નં.૬ના બાળ વૈજ્ઞાનિકોએ શિક્ષક હરેશભાઈ વળિયાના માર્ગદર્શન નીચે ગાણિતિક નમૂના નિર્માણ વિભાગમાં પોતાની કૃતિ રજૂ કરેલ. જિલ્લાકક્ષાના વિજ્ઞાન મેળામાં વર્ષ-ર૦૧પમાં માનવડ મોડેલ સ્કુલમાં, વર્ષ-ર૦૧૬માં ઉમરાળા પી.એમ. સર્વોદય હાઈસ્કુલમાં અને વર્ષ-ર૦૧૭માં સંતશ્રી બજરંગદાસબાપા માધ્યમિક-ઉચ્ચ માધ્યમિક શાળામાં પસંદગી પામીને શાળા નં.૬એ હેટ્રીક નોંધાવી છે. શાળાની આચાર્ય વિજયભાઈ વાઘેલા સહિત સમગ્ર સ્ટાફ તથા એમ.એસ.બી. કલસ્ટર-૯ના કો-ઓર્ડીનેટર રમેશભાઈ સેંતાએ બાળ વૈજ્ઞાનિકોએ શુભેચ્છા પાઠવેલ.

Previous articleમહુવા પ્રા. શાળાના બાળકો વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા
Next articleસિહોરમાં શુકલ પરિવાર દ્વારા નવરાત્રિ મહોત્સવનું સમાપન