સિહોર ખાતે અજયભાઈ શુકલ તથા શુકલ પરિવાર દ્વારા નવરાત્રિ મહોત્સવનું ભાવ.-રાજકોટ હાઈવે કિસાન ટાઈલ્સના મેદાનમાં આયોજન કરવામાં આવ્યું હતું. ખેલૈયાઓ માટે વિશાળ ડસ્ટ ફ્રી ગ્રાઉન્ડમાં અત્યાધુનિક લાઈટ-સાઉન્ડ અને ડીજેની કરાયેલી વ્યવસ્થાઓમાં ખેલૈયાઓએ મન મુકીને રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી.
દરરોજ વિવિધ રાજકિય તેમજ સામાજીક આગેવાનોની ઉપસ્થિતિમાં માતાજીની આરતી, સન્માન અને ઈનામ વિતરણ સહિતના કરાયેલા આયોજનમાં શુકલ પરિવાર દ્વારા આયોજીત નવરાત્રિ મહોત્સવમાં મામલતદાર ચાવડા, સર્વોત્તમ ડેરીના જોઈન્ટ એમ.ડી. પંડયા, શંકરમલ કોકરા, માનસંગભાઈ નકુમ, હિતેષભાઈ મલુકા, ભરતભાઈ મલુકા, નંદીનીબેન ભટ્ટ, મિલનભાઈ કુવાડીયા, કિરણભાઈ ઘેલડા, કિશનભાઈ, નરેન્દ્રભાઈ, રસીકભાઈ, રાજુભાઈ, પરશોત્તમભાઈ સોલંકી, દિવ્યેશભાઈ સોલંકી, રાજેશભાઈ જોશી, મુકેશભાઈ જાની, રાકેશભાઈ શેલાણા, ધીરૂભાઈ, કેતનભાઈ જાની, ચેતનભાઈ ત્રિવેદી, વિજય આલ, મહેન્દ્રભાઈ પનોત, કિરણભાઈ ઘેલડા, શક્તિસિંહ ઝાલા, સિહોરના પત્રકારો, સામાજીક આગેવાનો, આમંત્રિતો, જ્ઞાતિજનો સહિતની ઉપસ્થિતિમાં આરતી, સન્માન કરવામાં આવેલ.
નવરાત્રિ દરમ્યાન દરરોજ આમંત્રિતો સહિત જ્ઞાતિના ખેલૈયાઓએ ઓરકેસ્ટ્રા અને ડીજેના સથવારે રાસગરબાની રમઝટ બોલાવવા સાથે માતાજીની આરાધના કરી હતી. શુકલ પરિવાર દ્વારા આયોજીત નવરાત્રિ મહોત્સવને સૌએ બિરદાવી શુભેચ્છા પાઠવી હતી.