રાજુલા તાલુકા પંચાયતના નવ નિયુકત પ્રમુખ બચીબેન બળવંતભાઈ લાડુમોર, ઉપપ્રમુખ ગીતાબેન જગુભાઈ ધાખડાએ કોંગ્રેસ ધારાસભ્ય અંબરીષભાઈ ડેર, કોંગ્રેસ અગ્રણી બાબુભાઈ રામ પ્રદેશ કોંગ્રેસ ડેલીકેટ બાબુભાઈ જાલોંધરા, મનુભાઈ ધાખડા વડલીના માર્ગદર્શનથી તાલુકા પંચાયત પ્રમુખ ઓફીસમાં વિધીવત પુંજન અર્ચન વેદોકત મંત્રોચ્ચારથી બળવંતભાઈ લાડુમોર, જગુભાઈ દડુભાઈ ધાખડાની સુચના મુજબ ચાર્જ સંભાળેલ.
કોંગ્રેસ કારોબારીના વિજેતા તાલુકા સદસ્યો ભીખાભાઈ દેવાતભાઈ પીંજર, કાળુભાઈ લાખાભાઈ બારૈયા, રમેશભાઈ પુંજાભાઈ ધાખડા, હુસેનભાઈ જમાલભાઈ મકવાણા, કરશનભાઈ એભાભાઈ કળસરીયા, અસ્મીતાબેન રામકુભાઈ મોર, કથભાઈ વીરાભાઈ લાખણોત્રા, દીલુભાઈ દડુભા ભુકણ અને બાબાજણભાઈ ફીદા હુસેનબાપુ સહિત તાલુકા પંચાયત કારોબારીના ૧૧ સદસ્યોને ધારાસભ્ય અંબરીષભાઈ ડેર, કોંગ્રેસ અગ્રણી બાબુભાઈ રામ, મનુભાઈ ધાખડા વડલી માજી તાલુકા પ્રમુખ મીઠાભાઈ લાખણોત્રા, માજી તાલુકા પ્રમુખ બાબુભાઈ જાલોંધરા, જ લ્લિા કોંગ્રેસ સંગઠન મંત્રી દાદાભાઈ બારોટ નાયાભાઈ ગુજજર, આતાભાઈ વાધ સરપંચ રામપરા (ર) તેમજ ગૌભકત સપરંચ બાઉભાઈ રામ (ભેરાઈ) સહિત વિરોધપક્ષ ગુજરાત રાજય પરેશભાઈ ધાનાણીએ શુભેચ્છા પાઠવી હતી.