જાફરબાદની પારેખ અને મહેતા હાઈસ્કુલ કેમ્પસમાં જાફરાબાદ નગરકક્ષાના ર૪મી જુન વિશ્વયોગ દિન નિમિત્તે ઉજવણી થયેલ.
જારફાબાદ નગરપાલિકા સભાપતિ કોમલબેન બારૈયા, સરમણભાઈ બારૈયાની ઉપસ્થિતિમાં મામલતદાર એન.કે. ચોહાણ, ચીફ ઓફિસર કોલડિયા, કે.નિ. વાઢેળ, આચાર્ય હરેશભાઈ પુરોહિત, કેમ્પસ કો-ઓર્ડીનેટર અશોકભાઈ પ્રજાપતિ અને હાઈસ્કુલ તેમજ જાફરાબાદની પ્રાથમિક શાળાઓના સારસ્વતગણ, હોમગાર્ડઝ, જાફરાબાદના સામાજિક આગેવાનો તેમજ મામલતદાર ઓફિસ, નગરપાલિકાના સ્ટાફ ગણ, પારેખ – મહેતા હાઈસ્કુલના ૯૩૦ બાળકો, કે.પી.મહેતાના ર૪ર, અન્ય શાળાઓના અંદાજિત પપ૦ બાળકો સાથે અંદાજિત ર૦૦૦ની સંખ્યામાં સામુહિક યોગ નિદર્શન થયેલ. શાળાના સરસ્વત મુકેશભાઈ ત્રિવેદી અને પંકજભાઈ ઝણકાટની રાહબરી નીચે સંગરછધ્વમ્ શ્લોકગાન, ઉભા આસનો, બેઠા આસનો, પેટ પરના આસનો અને પ્રાણાયામ ખૂબ જ ઉત્સાહપૂર્વક કરવામાં આવેલ. અને સાચા અર્થમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી સાર્થક થયેલ.