તા.૨૧ના રોજ વિશ્વ યોગ દિન નીમિત્તે ધંધુકા બિરલા હાઈસ્કુલના ગ્રાઉન્ડમાં ઉજવણી કરવામાં આવી હતી. ધંધુકા મામલતદાર ઈશ્વરભાઈ પરમાર ચીફ ઓફીસર વાય. જે. ગણાત્રા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અર્જુનદેવસિંહ ચુડાસમા વિવિધ સરકારી ઓફીસના કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓશિક્ષકો શાળાઓના વિદ્યાર્થીભાઈ બહેનો તેમજ શહેરીજનો આ યોગ કાર્યક્રમમાં જોડાયા હતા.