રાજુલાના ડુંગર પોલીસ સ્ટેશનને ફાળવેલ મોટરસાયકલનો બેફામ રીતે દુરઉપયોગ

1323

રાજુલા તાલુકામાં આવેલ અનેક પોલીસ સ્ટેશનમાં ફાળવેલ સરકારી મોટરસાયકલનો મન ફાવે તેમ ખાનગી ઉપયોગ થઈ રહ્યો હોવાની અનેક ફરિયાદો જાગ્રુત નાગરિકોમાં ઉઠવા પામી હતી પરંતુ અહીં વાડ જ ચીભડાં ગળતી હોય તો કહેવું કોને તેવો ઘાટ ભૂતકાળમા અહીં જોવા મળતો હતો.

ત્યારે આજે ફરી એક વાર રાજુલા ડુંગર પોલીસ સ્ટેશનને ફાળવામાં આવેલ મોટર સાયકલનો બેફામ થતો ખાનગી ઉપયોગનો કિસ્સો એક જાગ્રુત નાગરિક દ્વારા પ્રકાશમાં લાવવામાં આવ્યો છે સામાન્ય રીતે કોઈ પણ સરકારી કચેરી ફાળવવામાં આવેલ મોટર સાયકલ કાર તથા અન્ય સાધનોનો ઉપયોગ સામાન્ય રીતે જેતે અધિકારીઓ સરકારી વહીવટ અને કામકાજ માટે કરવાનો હોય છે ત્યારે રાજુલાના ડુંગર ગામે ફાળવેલ સ્પેનડર મોટર સાયકલ જીજે ૧૪ જી ૫૨૭૪ કચેરી નં. (ર૦૧) નો થઈ રહ્યો છે બેફામ ખાનગી ઉપયોગ અને તે પણ પોલીસ સ્ટેશન કર્મચારીઓ નહીં પરંતુ તેના મળતીયાઓ દ્વારા કરવા માં આવે છે જે લોકો ને પોલીસ સ્ટેશન સાથે કશું પણ લાગતું વળગતું નથી તેવા લોકો જાણે રામ રાજ્યમાં પ્રજા સુખી હોય તેમ કરી રહ્યા છે આ મોટર સાયકલનો ઉપયોગ આજરોજ રાજુલા ખાતે ખાનગી કામ અર્થે કરવામાં આવ્યાના પુરાવા સાથે જાગ્રુત નાગરિક દ્વારા પ્રકાશમાં લાવવામાં આવ્યો હતો અહીં મોટરસાયકલ ચાલકને પૂછવામાં આવ્યું કે સાહેબ તમે શું પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવો છો તો તમે આ સરકારી ગાડીનો ઉપયોગ કરો છો ત્યારે મોટરસાયકલ ચાલક દ્વારા ગેંગેં-ફેફે કરવા લાગેલ અને ઉડાવ જવાબો આપવામાં આવ્યા બાદમાં આવું જણાવ્યું હતું કે અમે અહીં કોર્ટમાં મુદતના કામ અર્થે આવ્યા હતા અને મારા સંબંધી ડુંગર  પોલીસમાં નોકરી કરે છે આટલે અમે ગાડી લાવ્યા છીયે તેમ જણાવ્યું હતું ત્યારે આ ખાનગી કારણ કેટલી હદે યોગ્ય ગણાય તેવો જાગ્રુત લોકોમાં સવાલ ઉઠવા પામ્યો છે.

અમરેલી જિલ્લામાં થયેલા બીટકોઇન કૌભાંડને લઈને સમગ્ર ગુજરાતની પોલીસનું માથુ શરમથી જુકી ગયું હતું જેને લઈને અહીં ગ્રુહ વિભાગ દ્વારા કડક એસ પીની નિમણૂંક થતાંની સાથે જ અસામાજિક તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા છે તેમજ છાણે ખૂણે ચાલતી હપ્તા સિસ્ટમ પણ બંધ તો થઈ ગઈ છે પરંતુ અહીં હાલ પોલીસની સરકારી ગાડીઓ લઈને બજારમાં બિન્દાસ ફરવા અને લોકોમાં રોફ જમાવવાની જાણે નવી સિસ્ટમ શરૂ થઈ હોય તેમ લાગી રહ્યું છે ત્યારે નવનિયુક્ત એસ પી આવા લોકો સામે કડક હાથે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે જેથી કરીને ભવિષ્યમાં પણ આવા બનાવો બનવા ન પામે.

Previous articleસિહોરની સંસ્કૃતિ સ્કુલમાં વિદ્યાર્થીઓની ચૂંટણી યોજાઈ
Next articleઓમ ઈન્ટરનેશનલ વિદ્યા સંકુલ કુંભારીયામાં ઉજવાયો ભવ્ય આંતરરાષ્ટ્રીય યોગ દિવસ