ઓમ ઈન્ટરનેશનલ વિદ્યા સંકુલ કુંભારીયામાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. બાળકો યોગ દ્વારા નિરોગી રહે તે વાતને નિયમિત થતા યોગ્ય દ્વારા સમજી શકાય છે. બાળકોનો ઉત્સાહ અને બાળકોને યોગની અનુભુતિ કરાવવા માટે પૂજ્ય ઓમરામબાપુએ શબ્દો તેમજ પ્રાયોગિક યોગ દ્વારા પ્રતિતિ કરાવી હતી. શાળાના ધોરણ ૧ થી ૧ર સુધીના તમામ બાળકો હોશભેર જોડાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ શિક્ષકો વિદ્યાર્થીઓ ખૂબ જ જહેમત ઉઠાવી હતી. શાળાના ટ્રસ્ટી અનંતભાઈ શેલડીયા તથા ડો.પ્રશાંતભાઈ શેલડીયા, કનુભાઈ શેલડીયા, રમેશભાઈ ડોબરીયા તથા શાળાના આચાર્ય યોગેશભાઈ જેઠવા તથા નિકુંજભાઈ પંડિત એ કાર્યક્રમને સફળ રીતે પૂર્ણ કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.