હત્યાના ત્રણેય આરોપીની પોલીસે કરી જાહેરમાં સરભરા

28642

ભાવનગર શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ દિનપ્રતિદીન વધતુ જતુ હોવાનું દ્રશ્યમાન થાય છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા પણ ગુનેગારોને ઝડપી લઈ લોકોમાં બેસેલો ભયનો માહોલ દુર કરવા આરોપીઓને જાહેરમાં લાવી તેની સરભરા કરી આરોપીઓને સબક આપી ભવનો માહોલ દુર કરવા પ્રયત્ન કરે છે.

ગત તા.૧૮ના રાત્રી દરમિયાન અલકા સિનેમા પાસે રીયાઝ નામના યુવાનની છરીના અસંખ્ય ઘા ઝીકી કરપીણ હત્યા કરાઈ હતી બનાવમાં નિલમબાગ પોલીસે ગણતરીની કલાકોમાં ત્રણ આરોપીને તળાજાના રાજપરા ગામેથી ઝડપી લીધા હતા અને ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજુ કરી બે દિવસનાં રીમાન્ડ મેળવ્યા છે. તપાસ અધિકારી જે.પી.ગઢવી દ્વારા ત્રણેય આરોપીઓની સઘન પુછપરછ શરૂ છે. અને આરોપીઓ પાસેથી હત્યામાં વપરાયેલા હથીયારો કબ્જે લેવાયા છે. સરાજાહેર યુવાનની કરપીણ હત્યાથી સ્થાનીક લોકોમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. અને લોકોમાં ફરી ગેંગવોર શરૂ થવાનાં એંધાણ સેવાઈ રહ્યા છે. લોકોમાં પસરેલા ભયને દુર કરવા અને આરોપીઓને સબક આપવા ડી.વાય.એસ.પી. મનીષ ઠાકર અને એલ.સી.બી., પી.આઈ. દિપક મિશ્રા તથા સ્ટાફે હત્યાનાં ત્રણેય આરોપીને અલકા સીનેમા (ઘટના સ્થળે)તેમજ આરોપીનાં રહેણાકી વિસ્તાર બાપેસરા વિસ્તાર સેલારશા ચોક આંબાચોક સહિતના વિસ્તારોમાં જાહરેરમાં સરઘસ કાઢ્યુ હતું. અને ત્રણેયની જાહેરમાં સરભરા કરી લોકોમાં પસરેલા ભયને દુર કરવા પ્રયત્ન કર્યા આ સમયે લોકોનો ટોળે ટોળા એકઠા થયા હતા અને પોલીસ તંત્રની આ કામગીરીને બીરદાવી હતી.

Previous articleશેત્રુંજી ડેમ ખાતે યોગદિનની ઉજવણી
Next articleઆડોડીયાવાસનો રોમેશ ઈંગ્લીશ દારૂ ભરેલી કાર સાથે ઝડપાયો