૨૧ જુન વિશ્વ યોગ દિવસ અંતર્ગત ભાવનગર જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મહારાજા ક્રુષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.ના ગ્રાઉન્ડ ખાતે આજે સવારે ૬/૦૦ થી ૭/૫૦ કલાક સુધી ગુજરાત હાઉસિંગ બોર્ડના અધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો
કાર્યક્રમના પ્રારંભમાં રાજ્યના માહિતી ખાતા દ્વારા નિર્મિત સી. ડી. નું પ્રસારણ, મહાનુભાવો દ્વારા યોગક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર ખેલાડીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરાયુ હતુ, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તરાખંડ રાજ્યથી વિશ્વના લોકોને પાઠવેલ યોગ સંદેશાનું વિશાળ પડદા પર સીધુ પ્રસારણ કરાયુ હતુ. આ કાર્યક્રમમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા, ગુજરાત પ્રદેશ ભા. જ. પ. પ્રમુખ જીતુભાઈ વાઘાણી, સાંસદ ડો. ભારતીબેન શિયાળ, જિલ્લા પંચાયતના પ્રમુખ વક્તુબેન મક્વાણા, મેયર મનહરભાઈ મોરી, સ્થાયી સમિતિના અધ્યક્ષ યુવરાજસિંહ ગોહિલ, શાસક્પક્ષના નેતા પરેશ પંડ્યા, જિલ્લા કલેકટર હર્ષદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, નિવાસી અધિક કલેકટર ઉમેશ વ્યાસ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવિણ માલ, જિલ્લા શિક્ષણાધિકારી એ.બી. પ્રજાપતિ, જિલ્લા રમતગમત અધિકારી અરૂણ ભલાણી, સીમાબેન ગાંધી, નાયબ નિયંત્રક નાગરિક સંરક્ષણ બી.એચ. તલાટી, પ્રાંત અધિકારી મૈયાણી, સીટી મામલતદાર વિજ્યાબેન પરમાર સહિત ગાયત્રી પરિવાર, બ્ર્હ્માકુમારીઝ, પતંજલી પરિવાર, લાયન્સ ક્લબ, રોટરી ક્લબ, આર્ટ ઓફ લીવીંગના સભ્યો, એન. સી. સી. ના કેડેટો, સીનીયર સીટીઝનો, દિવ્યાંગો, શાળા, કોલેજોના વિધાર્થીઓ, વિધાર્થીનીઓ તથા મહિલાઓ સહિત હજ્જારોની સંખ્યામાં લોકોએ પ્રાર્થના, ચાલનક્રિયા, યોગાસનો જેવાં કે- તાડાસન, વ્રુક્ષાસન, પાદહસ્તાસન, અર્ધચક્રાસન, ત્રિકોણાસન, ભદ્રાસન, વજ્રાસન, ઉષ્ટ્રાસન, શશાંકાસન વક્રાસન, મકરાસન, ભુજંગાસન, શલભાસન, ઉત્તાંનપાદઆસન, અર્ધહલાસન, પવનમુક્તઆસન, શવાસન, કપાલભાંતિ પ્રાણાયામ, નાડીશોધન, અનુલોમ વિલોમ, શીતલી, ભ્રામરી પ્રાણાયામ કરી અંતમાં મનને શાંત રાખવા ધ્યાન કર્યુ હતુ.