સિહોરમાં ડોક્ટર દ્વારા વિનામુલ્યે ૭૦૦૦ માસ્કનું ફ્રી વિતરણ કરાયું

1043
bvn282017-4.jpg

સ્વાઈન ફ્લુએ રાજ્યમાં ભરડો લીધો છે.મોટી સંખ્યમાં લોકો તેના શિકાર પણ બન્યા છે અને મોત ને પણ ભેટ્યા છે ત્યારે આવા રોગ ને નાથવા તંત્ર મેદાને પડ્યું છે. જેમાં સાથ સહકાર માટે લોકો પણ સહભાગી બને છે. સિહોરના કરકોલીયા ગામે યોજાયેલા રામાપીર ના ત્રણ દિવસીય પાટોત્સવ દરમ્યાન અનેક કાર્યક્રમો યોજાયા છે ત્યારે ખાસ હાલની સ્થિતિ ને લઈને જરૂરી એવા માસ્ક નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માં આવેલા અને સિહોર માં ખાનગી દવાખાનું ચલાવતા ડો.કમલેશભાઈ દ્વારા વિના મુલ્યે ૭૦૦૦ જેટલા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Previous articleભટવદર ગામે મથુરેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભાગવત કથાનો પ્રારંભ
Next articleજાફરાબાદ તા.પં. પ્રમુખ પદેથી કરણભાઈ બારૈયાને હટાવવાનું કાવતરૂ નિષ્ફળ