એફએસએલ અને ઈડી વચ્ચે મહત્વના એમઓયુ થયા

2321

ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી, ગાંધીનગર અને એનફોર્સમેન્ટ ડાયરેકટોરેટ, નવી દિલ્હી વચ્ચે સમજુતી કરાર કરવામાં આવ્યા. એનફોર્સમેન્ટ ડાયરેકટોરેટ, નવી દિલ્હી કે જે મનીલોડરીંગ એકટ, ફોરેન એકસચેન્જ એકટ અને ફયુજીટીવ, ઈકોનોમીક ઓફેડરસ ઓર્ડીનન્સ ર૦૧૮ ને લગતા કેસોની તપાસ કરતી કેન્દ્રની પ્રિમીયર સંસ્થા છે. આ સમજુતી કરાર થવાથી ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને દેશની પ્રિમીયર ઈન્સ્ટીટયુટ ઈ.ડી. ખાતે ઈન્ટર્નશીપ તેમજ નોકરીની ઉજવળ તકો ઉભી થયેલ છે. દેશ અને સમગ્ર વિશ્વમાં છેલ્લા ઘણા સમયથી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી ગુન્હાઓ આચરવામાં આવી રહ્યા છે. આવા ગુન્હાઓ રોકવામાં અને તેની તપાસ માટે ફોરેન્સિક સાયન્સની ઉપયોગીતા અનિવાર્ય બનેલ છે. એનફોર્સમેન્ટ ડાયરેકટોરેટને તેમની તપાસમાં સાયબર અને ડીઝીટલ રેકર્ડની તપાસ એ પડકારજનક બાબત બની ગયેલ છે. જેની સફળતાપૂર્વક તપાસ માટે ફોરેન્સિકની મદદ આવશ્યક બની ગયેલ છે. આમ ગુજરાત ફોરેન્સીક સાયન્સીસ યુનિવર્સિટી દેશ અને દુનિયાના વિવિધ દેશોને ફોરેન્સિક સાયન્સની મદદ પુરી પાડવામાં નોધપાત્ર રીતે આગળ વધી રહી છે.

Previous articleનાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલનો ૬૩મો જન્મદિવસ મહેસાણા ખાતે ઉજવાયો
Next articleશાળા પ્રવેશોત્સવનો શહેરી કક્ષાના બીજા તબક્કાનો પ્રારંભ