આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઢસા જં દ્વારા કુપોષણ મુક્ત ગુજરાત અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ૬ પેટા આરોગ્ય કેન્દ્ર હેઠળની આંગણવાડી ખાતે સ્ત્રી આરોગ્ય કાર્યકર દ્વારા બાળકોની કુપોષણની તપાસ કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત ૬ મહિનાથી પાંચ વર્ષ સુધીના તમામ બાળકોની આંગણવાડી ખાતે કુપોષણની તપાસ કરવામાં આવશે. જેમાં પ્રાથમિક.આરોગ્ય કેન્દ્ર ઢસા જં ના તાબા હેઠળ ૨૯૦૩ બાળકોને આવરી લેવામાં આવશે. કાર્યક્રમના શરૂઆત પ્રસંગે મેડીકલ ઓફીસર ડૉ. ચિરાગ મકવાણાએ ૬ મહિનાથી પાંચ વર્ષ સુધીના તમામ બાળકોના માતા પિતાને પોતાના બાળકની પોષણની સ્થિતિ જાણવા અને આ અભિયાનને સફળ બનાવવા સાથ આપવા અનુરોધ કર્યો હતો.