બરવાળા મુકામે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મીનાબેન રાણપુરા (પ્રમુખ બરવાળા નગરપાલિકા) દિલુભાઈ ઝાલા, નિલેશભાઈ કણજરીયા, ઘનશ્યામભાઈ કણજરીયા, શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ, આંગણવાડી કાર્યકર, આગેવાનો તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
બરવાળા નગરપાલિકા વિસ્તારમાં તા.રરના રોજ ઝબુબા હાઈસ્કુલ તેમજ કે.બી.એમ.ગર્લ્સ હાઈસ્કુલ ખાતે આંગણવાડીમાં-૮૦,ધો – ૧માં ૧૦૭ તેમજ ધો-૯માં ૩૭ર મળી કુલ પપ૯ વિદ્યાર્થીઓને ઉપસ્થિત આગેવાનોના હસ્તે કીટ વિતરણ કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો.આ કાર્યક્રમનો પ્રારંભ દિપ પ્રાગટય કરી કરવામાં આવ્યો હતો.તેમજ શાળાના વિદ્યાર્થીઓ ધ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો ધ્વારા પ્રાસંગિક પ્રવચનો આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમ અન્વયે આગેવાનો ધ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવા બરવાળાની શાળાના શિક્ષકો,આચાર્ય ધ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.